ઘટના@ગુજરાત: તમાકુના ગોડાઉનમાં અચાનકજ આગ લાગતા લોકોમાં અફરા તફરી મચી
વીજ કંપનીના વીજકર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા
Dec 8, 2023, 18:44 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતીજ હોય છે. આગ લાગવાના બનાવામાં ભારે નુકશાન થાય છે. બાલાસિનોર તાલુકાના જેઠોલી ખાતે તમાકુના ગોડાઉનમાં આગ લાગવાનોન બનાવ બન્યો. આ બનાવના કારણે લોકોમાં અફરા તફરી મચી જવા પામી હતી. વીજ કર્મીઓ પણ દોડી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર બાલાસિનોર તાલુકાના જેઠોલી ગામ ખાતે પટેલ અશ્વિનભાઈ ભગવાનદાસના તમાકુના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે એકાએક તમાકુમાં આગ લાગી. ખેડૂતો અને ગ્રામજનો એકત્ર થઇ ગયા હતા. તમાકુ ભરેલા કોથળાઓ ખસેડી લેવામાં આવ્યા હતા.
મોટી સંખ્યામાં તમાકુ બળીને ખાખ થઇ ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતા ગુજરાત વીજ કંપનીના વીજકર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળે તાપસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.