ઘટના@રાજકોટ: રૂપિયાની લેતીદેતીમાં માનેલા ભાઈએ બેરહેમીથી મહિલાને ફટકારી

બનાવ અંગેની ફરિયાદ પરથી માલવિયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
 
ઘટના@રાજકોટ: રૂપિયાની લેતીદેતીમાં માનેલા ભાઈએ બેરહેમીથી મહિલાને  ફટકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. રાજકોટના અમીન માર્ગ પર આવેલા વેલ્યુ ફેશન સ્ટુડિયોની સંચાલિકાએ માનેલા ભાઈને ધંધામાં ભાગીદાર બનાવ્યો હતો. ત્યારે ભાગીદારીના રૂપિયા મામલે બેશરમ ભાઈએ બહેન પર જ ત્રાટકી ચાર સેકન્ડમાં આઠ ફડાકા ઝીંકી દીધા હતા અને બેફામ માર માર્યા બાદ ગાળો ભાંડી હતી. જે સમગ્ર ઘટનાના ઓડિયો સાથે CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં બેફામ મારથી પીડાઈ સંચાલિકા હીબકે ચડી ગઈ હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. હાલ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા માલવિયાનગર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના અમીન માર્ગ પર બંસી પાર્ક સોસાયટીમાં રહેતાં ખ્યાતીબેન જયંતીભાઈ સુરેજાએ નોંધેવાલી ફરિયાદમાં આરોપી તરીકે ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ચીરાગ જગદીશ ચંદારાણાનું નામ આપતાં માલવિયાનગર પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અમીન માર્ગ મેઇન રોડ પર વેલ્યુ ફેશન સ્ટુડિયો નામની કપડાની દુકાન ધરાવી વેપાર કરે છે. દુકાનમાં તેમના ભાગીદાર ચીરાગ ચંદારાણા છે. બંને છેલ્લા ત્રણ વર્ષથી વેપાર ધંધો કરે છે.

મહિલા દુકાનમાં હાજર હતી. ત્યારે ચિરાગ ચંદારાણા સવારે દુકાને આવ્યો અને કહેવા લાગ્યો કે, તારે 2 લાખ રૂપિયા આપવાના છે. જેથી મહિલાએ કહ્યું કે હું તમને ચેકથી પૈસા આપું છું. આમ કહેતાં ચિરાગ કહેવા લાગ્યો હતો કે, મારે ચેકથી પૈસા નથી જોતા. તું મને અત્યારે જ રોકડા પૈસા આપ બાદમાં તેને પૈસા આપ્યા નહીં જેથી તે ગાળો બોલવા લાગ્યો અને ફડાકા મારીને જતો રહ્યો હતો. બાદમાં મહિલા, ચિરાગ તેમજ માનેલા ભાઈ ગોપાલ દેપાણી, કિશન દેપાણી દુકાને ખર્ચા બાબતે એકબીજા સાથે વાતચીત કરતા હતા, ત્યારે ચિરાગે ફરીવાર ત્રણ ચાર ફડાકા મારી દીધા અને કહ્યું કે, તું મને પૈસા નહીં આપે તો જાનથી મારી નાખીશ.

મારામારી ઘટના મામલે ચિરાગના મામા નિલેષભાઇ રાછ અને અમીતાબેન શર્મા વચ્ચે પડતાં સમાધાનમાં થયું હતું. બાદમાં ફરી ગઈ તા. 5 સપ્ટેમ્બરના રોજ રાત્રિના 9 વાગ્યાની આસપાસ 3 લાખ ચિરાગને રોકડમાં ઘર માટે વાપરવા આપ્યા અને બાદ ફરી વખત ગઇકાલે સવારના સમયે ચિરાગ તેની સાથે બાઇક પર દુકાન પર લઇ ગયો અને અને કહ્યું કે, આ ચોપડામાં ભૂલ છે. જેથી આ ચોપડામાં ભૂલ ન હોય અને દુકાનમાં થતો તમામ ખર્ચો તેમણે પોતાની જાતે ચોપડામાં લખ્યો હોવાનું કહેતા આમ છતાં માન્યો નહી અને બોલાચાલી કરી હતી.

દુકાનમાં થયેલા વેપાર બાબતે અવારનવાર ઘરે અને દુકાન આવી હેરાન કરી ગાળો આપી જાનથી મારી નાખાવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી માલવિયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.