ઘટના@ડાંગ: જંબુસરથી નાસિક જતો ટેમ્પો સાપુતારા રોડ પર સળગી જવાની ઘટના બની

 ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો
 
ઘટના@ડાંગ: જંબુસરથી નાસિક જતો ટેમ્પો સાપુતારા રોડ પર સળગી જવાની ઘટના બની

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં કેટલીક નાની-મોટી  ઘટનાઓ સામે આવતીજ હોય  છે. હાલમાં હૃદય કામાંપાવી ઉઠે એવી આગ લાગવાની ઘટના સામે આવી છે. ભરૂચના જંબુસરથી નાસિક જતો ટેમ્પો સાપુતારા રોડ પર સળગી જવાની ઘટના બની હતી. ટેમ્પો ચાલક વાહનમાંથી ઉતર્યો ત્યારે અચાનક તેને ધુમાડા નજરે પડ્યા હતા જે બાદ ગણતરીના સમયમાં આગ ફાટી નીકળી હતી કેમ ટેમ્પો સળગીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આગની ઘટનામાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો. સમયસર ફાયરબ્રિગેડની મદદ ન મળતા ટેમ્પોમાં લાગેલી આગ બીઝાવી શકાય ન હતી.

સૂત્રો અનુસાર જંબુસરનો ટેમ્પો ચાલક નાસિક સમાન ભરવા જઈ રહ્યો હતો.વઘઈ સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગ ઉપર સાકરપાતાળ નજીક આયસર ટેમ્પો માં લાગી આગ ગઈ હતી. સતત વાહન વ્યવહારથી ધમધમતા રાજ્યધોરી માર્ગ ઉપર ટેમ્પોમાં આગ લાગતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. બનાવ સંદર્ભે પોલીસે ઘટનાની નોંધ કરી તપાસ હાથ ધરી છે.