ઘટના@મોરબી: મોબાઈલ ફોન મારફતે સગીરાએ બે શખ્સો સાથે મિત્રતા કરવી ભારે પડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોબાઈલ ફોન મારફતે સગીરાએ બે શખ્સો સાથે મિત્રતા કેળવતા પોતાનું સર્વસ્વ ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યાં યુવકે વિડીયો કોલમાં સગીરાનો અશ્લીલ વિડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપી સગીરાને બ્લેકમેલ કરી હતી અને તેની પાસેથી કટકે કટકે રોકડા રૂપિયા,સોનાની બુટ્ટી અને મોબાઈલ ફોન પડાવી લીધો હતો.સમગ્ર મામલે પીડિતાની માતાએ મોરબી સીટી એ ડિવિઝનમાં પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.
મોરબીમાં રહેતા પરિવારમાં પીડિતાની માતાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે રફાળિયા ખાતે રહેતી આરોપી મિતલ સોલંકી અને ગ્રીનચોકમાં મોચીશેરીમાં રહેતા આરોપી કિશન રમેશભાઇ કૈલાએ ફરિયાદીની ૧૩ વર્ષની સગીરા સાથે મોબાઈલ ફોનના માધ્યમથી સંપર્ક કેળવી મિત્રતા કરી હતી.તો આરોપી મિતલે સગીરાને કિશન પટેલ સાથે મિત્રતા રાખવાનું કહીને વિશ્વાસમાં લઈ તેની માસુમિયતનો લાભ ઉઠાવીને ત્રણ મહિના પહેલા સગીરાને સાઈબાબાના મંદિરે બોલાવી હતી.
જ્યાં બળજબરીપૂર્વક આરોપી કિશને પોતાના મોબાઈલ ફોનમાં સગીરા સાથે સેલ્ફી પાડી હતી અને અભદ્ર માંગણી કરી જાતીય સતામણી કરી હતી.એટલે થી ન અટકતા સગીરાને વિડીયો કોલ કરી બળજબરીથી સગીરાને નગ્ન થવા મજબુર કરી તેનો ન્યુડ વિડીયો કોલનુ સ્ક્રીન રેકોડીંગ કરી લીધું હતું અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી આરોપી કિશને સગીરા પાસેથી અવાર નવાર કટકે કટકે રૂપિયા ૭૦,૦૦૦, સોનાની બુટી જોડી-૧ તથા સગીરાનો મોબાઇલ પડાવી લીધો હતો. જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.