ઘટના@ભરૂચ: કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્લાન્ટમાં પ્રેશર વધી જતાં ગાસકેટ ફાટ્યું

 લોકોમાં ગભરાટ સાથે અફરાતફરીનો માહોલ 
 
ઘટના@ભરૂચ: કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્લાન્ટમાં પ્રેશર વધી જતાં ગાસકેટ ફાટ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં બ્લાસ્ટની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDCમાં આવેલ કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્લાન્ટમાં પ્રેશર વધી જતાં ગાસકેટ ફાટ્યું હતું. જેથી ગેસ ગળતરનો બનાવ સામે આવ્યો હતો.

આ ગેસ ગળતરના કારણે આકાશમાં ઘાટા પીળા રંગનું આવરણ છવાયું હતું. ઘાટા પીળા રંગનો ધુમાડો પ્લાન્ટની બહાર વછૂટતાં લોકોમાં ગભરાટ સાથે અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીમાં રસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી.

તે દરમિયાન પ્લાન્ટમાંથી અચાનક જ ઘાટા પીળા રંગનો ધુમાડો પ્લાન્ટની બહાર તરફ વછૂટતો નજરે પડ્યો હતો. જેના પગલે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરો સહિત સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.