ઘટના@અમદાવાદ: એક મહિલાનું ક્રાઇમ બ્રાંચના પ્રાંગણમાં જ મોત નીપજતા ભારે ચકચાર મચી

મોત બાબતે પોલીસે તપાસ તેજ કરી છે.
 
દુર્ઘટના@રાજકોટ: અટીકા ફાટક નજીક આઈ મા રેસ્ટોન્ટ સામે બાઈક લઈ નીકળેલા 16 વર્ષના તરુણનું અકસ્માતમાં કરુણ  મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મોતની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મોતના બનાવો સામે આવતા હોય છે.  અમદવાદમાં મહિલા આર્થિક ગુના નિવારણ શાખામાં અધિકારીને મળવા પહોંચેલી એક મહિલાનું ક્રાઇમબ્રાંચના પ્રાંગણમાં જ મોત નિપજતા ભારે ચકચાર મચી ગઈ છે. આ મામલે આપઘાત છે કે, કુદરતી મોત બાબતે પોલીસે તપાસ તેજ કરી છે.

મળતી માહિતી મુજબ, મૃતક મહિલાનું નામ વૈશાલી જોષી છે અને તેઓ વ્યવસાયે ડૉક્ટર હતા. શિવરંજની પાસે પીજીમાં રહેતા હતા. પ્રથામિક માહિતી અનુસાર ઇંજેક્શન મારીને મોત વ્હાલુ કર્યુ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પોલીસે મોત બાબતે પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરી. પણ આપઘાત અને અધિકારીને મળવા બાબતે પોલીસ કઈ બોલી નથી રહી. આત્મહત્યા કે હત્યા તે બાબતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.