ઘટના@મોરબી: આધેડનું બાઈક ડમ્પર પાછળ ઘુસી જતા મોત નીપજ્યું, જાણો સમગ્ર બનાવ એકજ ક્લિકે

અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી 
 
ઘટના@મોરબી: આધેડનું બાઈક ડમ્પર પાછળ ઘુસી જતા મોત નીપજ્યું, જાણો સમગ્ર બનાવ એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજયમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે.  મોરબીના જેતપર રોડ પર પીપળી ગામ નજીક ખાનગી શાળાની સ્કૂલ બસ લેવા જતા બસ ચાલકનું બાઈક ડમ્પર પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા બાઈક ચાલક આધેડનું મોત થયું હતું. 

પીપળી ગામે શાંતિનગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ સવજીભાઈ દેત્રોજાએ ડમ્પર જીજે ૧૨ બીડબલ્યુ ૯૯૫૨ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના નાના ભાઈ ડાયાભાઇ નવયુગ સ્કૂલની બસ ચલાવતા હતા. સવારમાં છ વાગ્યાના અરસામાં ગામના અશ્વિનભાઈ વિડજાનો ફોન આવ્યો હતો.  જેમાં ભાઈ ડાયાભાઇને પીપળી બેલા રોડ પર અકસ્માત થયાનું જણાવ્યું હતું. જ્યાં સ્થળ પર જઈને જોતા ડાયા બાપાના બાઈકને પલોવા ટાઈલ્સ શો રૂમ સામે એક ટ્રક ડમ્પર પાછળ એક્સીડન્ટ થયું હતું, અને ડાયાબાપાને માથાના ભાગે ઈજા થઇ હતી.  ડમ્પર જીજે ૧૨ બીડબલ્યુ ૯૯૫૨ બેલા ગામ તરફના મોઢે પડ્યું હતું. પાછળ બાઈક જીજે ૧૩ આર ૮૬૯૩ અથડાતા ફરિયાદીના ભાઈ ડાયાભાઇને ગંભીર ઈજા થતા સ્થળ પર જ મોત થયું હતું જેથી મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

જે અકસ્માતને પગલે પલોવા ટાઈલ્સના કેમેરા ચેક કરતા ટ્રક ડમ્પર સવારના પાંચેક વાગ્યાની આસપાસ રોડ પર આવી ઉભું રહ્યું હતું અને ટ્રક ચાલકે ડમ્પર ઉભું રાખ્યા છતાં પાછળ કોઈ આડશ રાખી ના હતી અને સવારે ફરિયાદીના ભાઈ અંધાળામાં બાઈક લઈને નવયુગની સ્કૂલ બસ લેવા જતાહતા. ત્યારે બાઈક ડમ્પર પાછળ અથડાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું.  મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.