ઘટના@મોરબી: મહિલાને ટ્રકે હડફેટે લેતા મોત, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
દુર્ઘટના@રાજકોટ: અટીકા ફાટક નજીક આઈ મા રેસ્ટોન્ટ સામે બાઈક લઈ નીકળેલા 16 વર્ષના તરુણનું અકસ્માતમાં કરુણ  મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અવાર-નવાર દુર્ઘટનાના બનાવો બનતા હોય છે.  આ બનાવોમો કેટલાક લોકો મોતને ભેટતા હોય છે.   મોરબીના પંચાસર રોડ પર ઘંટીએ દરણું મૂકીને પોતાના ઘરે પરત જતા રાહદારી મહિલાને ટ્રકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના પંચાસર રોડ પર ગીતા ઓઈલ મિલ નજીક રાધા ક્રિષ્ના સોસાયટીમાં રહેતા રમણિકભાઈ કાનજીભાઈ ડાભીએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા.૩૧ના રોજ રમણીકભાઈના ધર્મપત્ની પંખુબેન દરણું દળાવવા માટે ઘંટીએ દરણું મુકી પાછા ઘરે આવતા હતા તે વખતે મોરબી પંચાસર રોડ ગીતા ઓઇલ મીલ આગળ રાધાક્રિષ્ના સોસાયટીના ઝાંપા પાસે રોડ ઉપર આરોપી ટ્રક જીજે-૦૧-એક્ષ-૩૮૮૮નો ચાલક પૂર ઝડપે આવ્યો હતો અને તેણે પંખુબેનને પાછળથી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં પંખુબેનને પાછળથી ટ્રકની ટક્કર લાગતા તેઓ રસ્તા પર પટકાયા હતા. જેથી તેમના માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને પંખુબેનને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પંખુબેનને ચકાસીને મૃત જાહેર કર્યા હતા..જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.