બનાવ@રાજકોટ: SRP જવાને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

. PGVCLના બંદોબસ્ત માટે રાજકોટ આવ્યો હતો. 
 
દુર્ઘટના@રાજકોટ: અટીકા ફાટક નજીક આઈ મા રેસ્ટોન્ટ સામે બાઈક લઈ નીકળેલા 16 વર્ષના તરુણનું અકસ્માતમાં કરુણ  મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટમાં SRP જવાને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મૂળ પંચમહાલનો વતની પ્રવીણ ચૌહાણ નામના SRP જવાને રાજકોટમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. PGVCLના બંદોબસ્ત માટે રાજકોટ આવ્યો હતો. ત્યારે તેણે સર્વિસ રાયફલથી ગળાના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. રાજકોટના બસ સ્ટેન્ડ પાછળ આવેલી ધર્મશાળામાં આજે વહેલી સવારે જવાને આપઘાત કર્યો છે.

ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. તેમજ મૃતદેહને તાત્કાલિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યુ છે. તો સમગ્ર ઘટનાની જાણ SRP જવાનના પરિવારને કરવામાં આવી છે. જો કે હજી સુધી SRP જવાને ક્યા કારણોસર આત્મહત્યા કરી છે. તેનો ખુલાસો થયો નથી.