બનાવ@મહીસાગર: લુણાવાડામાં હાર્ટ એટેકથી માતા-પુત્રના મોત થયા હોવાની ઘટના સામે આવી

પુત્રના મોતના સમાચાર સાંભળીને આઘાત 
 
હાર્ટ અટેક 8

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે. ત્યારે મહીસાગરમાં પણ હાર્ટ એટેકથી બે લોકોના મોત થયા છે. લુણાવાડામાં હાર્ટ એટેકથી માતા-પુત્રના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. હાર્ટ એટેકથી માતા-પુત્રનું મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે.

મળતી માહિતી અનુસાર લુણાવાડાના દલવાઈ સાવલી ગામના 56 વર્ષીય અશ્વિન પટેલનું હાર્ટ એટેકથી મોત થયું હતું. ત્યારે પુત્રના મોતના સમાચાર સાંભળીને આઘાત સહન ન કરી શકતા 86 વર્ષિય માતાને પણ હાર્ટ એટેક આવ્યો હતો. પુત્રના મૃત્યુ બાદ 5 મિનિટના અંતરમાં જ માતાએ જીવ ગુમાવ્યો હતો.