ગુનો@મોરબી: ખેતર પાસેથી મોટર સાયકલની ચોરી થયાની ઘટના સામે આવી
પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Sep 25, 2023, 10:41 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દિવસે-દિવસે ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે.રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીનો બનાવ સામે આવતા જ હોય છે.જેમાં ૬૦ વર્ષીય ફરિયાદી હીરાલાલ ડાયાલાલ સાપરીયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.બપોરના સમયે તેમણે પોતાના રૂ.૧૦,૦૦૦ની કિમતના હીરો હોન્ડા કંપનીના સીડી ડીલક્સ મોટર સાયકલ GJ-10-BC-7238ને ધુળકોટ અને ખાનપર જવા ના મેઇન રોડ પર આવેલ ખારી ની સીમ મા આવેલ ખેતર ના અંદર જવના માર્ગ પર પાર્ક કર્યું હતું.
ત્યાથી મોટર સાયકલની ચોરી થઈ હતી.જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.