ઘટના@ગુજરાત: મકાન અચાનક ધરાશાયી થતાં પતિ-પત્નીનું મોત નીપજ્યું
ભારે વરસાદમાં મકાન ધરાશાયી થયું છે
Aug 27, 2024, 19:25 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ મકાનો ધરાશાયી થયા છે. લુણાવાડા તાલુકાના બામણવાડ ગામે અચાનક મકાન ધરાશાયી થતાં મકાનમાં રહેતા દંપતીનું મોત નીપજ્યું હતું. જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેનાથી તારાજીથી સર્જાઈ છે. વરસાદની સાથે પવન પણ ખૂબ ફૂંકાઈ રહ્યો હતો.
બામણવાડ ગામ ખાતે મકાન ધરાશાયી થતાં પતિ-પત્નીનું મોત નીપજ્યું હતું. ભારે વરસાદમાં મકાન ધરાશાયી થયું છે. પતિ-પત્નીના મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ છે.