ઘટના@રાજકોટ: ભડલી વેરાવળમાં પતિએ પત્નીને માર માર્યાનો બનાવ બન્યો, જાણો વધુ

હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે
 
 ઘટના@રાજકોટ: ભડલી વેરાવળમાં પતિએ પત્નીને માર માર્યાનો બનાવ બન્યો, જાણો વધુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં કેટલીય ઘટનાઓ સામે આવતી હોય છે. વીંછિયાના ભડલી વેરાવળમાં પતિએ પત્નીને માર માર્યાનો બનાવ બન્યો હતો. પતિ પત્ની વાડીએ હતાં ત્યારે બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં પતિ લોખંડનો પાઈપ મારતા પત્નીએ ઇજાઓ પહોંચી હતી. પરિણીતાને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

બનાવની વિગત મુજબ વિંછીયાના ભડલી વેરાવળમાં રહેતી પરિણીતા કાંતાબેન રાજુ વેદાણી (ઉ.વ.35) અને તેના પતિ રાજુભાઈ વેદાણી વાડીએ હતાં ત્યારે પતિ પત્ની વચ્ચે ઝગડો થતાં પતિ રાજુએ તેની પત્નીને લોખંડનો પાઈપ મારી દીધો હતો.

બાદ ઈજાગ્રસ્ત હાલતમાં કાંતાબેનને વિંછીયા સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ.