બનાવ@હળવદ: મારા-મારીની ઘટના બની હતી જે બનાવમાં એક મહિલાને ગંભીર ઈજા પહોચતા તેનું મોત

મહિલાનું રાજકોટ સારવાર દરમિયાન મોત થયું છે
 
દુર્ઘટના@ગુજરાત: બે ટ્રક અથડાતા કેબીનમાં બેસેલ એક વ્યક્તિનું મોત થયું અને ત્રણને ઈજા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

હળવદના રણછોડગઢ ગામના રહેવાસી સંજય દેવશી સુરેલા નામના યુવાને આરોપી વિક્રમ મુળજી ફીસડીયા, ચંદ્રિકા વિક્રમ કોળી, વિરમ મુળજી કોળી અને પફાભાઈ દિનેશભાઈ કોળી રહે બધા રણછોડગઢ તા.હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં ગત તા. ૩૦ ઓગસ્ટના રોજ ગામના ભરતભાઈ ગંગારામભાઈની દુકાને ફરિયાદી સંજય બેઠો હતો ત્યારે ગામમાં રહેતો વિક્રમ ત્યાં આવી તું નવી ગાડી લાયો છે તો ગામમાં કેમ સીન સપાટા મારે છે કહીને ગાળો આપવા લાગ્યો જેથી ગાળો દેવાની ના કહેતા ઝપાઝપી કરી હતી વિક્રમ મુળજીભાઈ હાથમાં ધારિયું લઈને તેમજ વિરમ મુળજી ધોકો લઈને આવી તેમજ પફાભાઈ શિહોરા હાથમાં પાઈપ લઈને આવી ચારેય આરોપીઓ ઝઘડો કરવા લાગ્યા હતા જેમાં ભત્રીજો જયદીપ ગોકળભાઈ અને માતા પ્રેમીલાબેન વચ્ચે પડતા વિરમ મુળજીએ હાથમાં ધોકો લઈને મારી દીધો હતો જેથી માતા પ્રેમીલાબેનને ઈજા પહોંચી હતી અને તમામ લોકો ફરી સીન સપાટા માર્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા

જે મારામારીમાં ફરિયાદી સંજયને તેમજ ભાભી માનુબેન માથામાં ઈજા તેમજ ભત્રીજા જયદીપને પેટના ભાગે ઈજા પહોંચાડી અને માતાને ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જે મારામારીમાં પ્રેમીલાબેન દેવશી ભાઈ સુરેલા (ઉ.વ.૬૯) નામના મહિલાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું જેથી પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે