બનાવ@રાજકોટ: વેરી તળાવમાં ઝંપલાવીને પ્રેમી-પંખીડાંએ પુત્ર સાથે આપઘાત કર્યો

 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આત્મહત્યાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે.  લોકો  કોઈને કોઈ કારણસર પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે.  ગોંડલના વેરી તળાવમાં ઝંપલાવીને મહેસાણા પંથકના પ્રેમી-પંખીડાંએ પુત્ર સાથે આપઘાત કરી લેતાં આજરોજ સવારે તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. કમરે દુપટ્ટો અને હાથમાં ચાર્જરનો વાયર બાંધીને પ્રેમિકાએ પોતાના પુત્ર અને પ્રેમી સાથે વેરી તળાવમાં ઝંપલાવ્યું હતું. બે દિવસ પહેલાં મહેસાણા જિલ્લાના લિંચ ગામના પરિણીત પ્રેમી-પંખીડાં પુત્ર સાથે ભાગી ગયાં હતાં. આત્મહત્યા કરનારી યુવતી પોતે પરિણીત હતી અને તેને એક પુત્ર હતો છતાં પ્રેમી વગર રહી ન શકતાં બંને પુત્ર સાથે ભાગીને અંતે જોડે મોતને વહાલું કર્યું હતું.


પ્રાપ્ત વિગત અનુસાર, મહેસાણા જિલ્લાનાં લીંચ ગામે રહેતા સંજય ફતાજી ઠાકોર (ઉં.22), કિંજલ જશવંતજી ઠાકોર (ઉં.22) તથા પુત્ર ધ્રુવીન જશવંતજી ઠાકોર (ઉં.2)ના મૃતદેહો વેરી તળાવના પાણીમાં તરતા મળ્યા હતા. ફાયરબ્રિગેડ દ્વારા મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આત્મહત્યા કરનાર કિંજલબેન અમદાવાદ સાસરે રહેતી હતી. બંને પ્રેમી-પંખીડાં એક નહીં થતાં વેરી તળાવમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક વિગત પ્રકાશમાં આવી છે. પ્રેમી સંજય ઠાકોરના લગ્ન પાટણ જિલ્લાના વાસાપુર ખાતે થયા હતા અને મહેસાણામાં પેપરમિલમાં કામ કરતો હતો, જ્યારે કાજલ પણ પરિણીત હતી અને બે વર્ષનો પુત્ર ધ્રુવિન હતો. બનાવ અગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.


પ્રેમીએ આત્મહત્યા પહેલાં તળાવના પગથિયા છેલ્લો ફોટો પાડીને સ્ટેટસમાં મૂક્યો હતો. સેલ્ફી સોશિયલ મીડિયા સ્ટેટસ પર મૂકીને મિત્રને લોકેશન પણ મોકલી આપ્યું હતું. પ્રેમી-પંખીડાંએ બે દિવસ પહેલાં તળાવના પગથિયા પાસે છેલ્લો ફોટો પાડીને આત્મહત્યા કરી હતી. ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડે ત્રણેયના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢીને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડ્યા હતા.


યુવકે પોતાના મોબાઈલના સ્ટેટસમાં વેરી તળાવ પાસે ત્રણેયનો ફોટો મૂકયો હતો. ફોટા આધારે યુવકના કાકા ગોંડલ દોડી આવ્યા હતા. યુવકના કાકા અને મિત્રોએ પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરતાં સવારે ત્રણેયની લાશ તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. લાશ મળતાં પરિવારજનોમાં શોક પ્રસરી ગયો હતો. સમગ્ર બનાવને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી