આદેશ@ગુજરાત: સરકારે જર્જરિત ઇમારતો તાત્કાલિક ખાલી કરવા આદેશ આપ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. જેના કારણે ગણું બધું નુકશાન થતું જોવા મળે છે. આખે આખા મકાનો ધરાશાઈ થઇ જતા જોવા મળે છે. 15 જુલાઈને સોમવારે સુરતના 10,000થી વધુ લોકો એક સાથે બેઘર થઈ જશે. એવું એટલા માટે કારણ કે શહેરના પાલીગામમાં બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે.
જર્જરીત ઇમારતોને નોટિસ આપી તેને તાત્કાલિક ખાલી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી હેઠળ સચિન સ્લમ બોર્ડમાં મનપાએ આગામી 48 કલાકમાં એક સાથે 2,666 મકાન ખાલી કરવા માટે આદેશ આપ્યો છે. ત્યારે મજબૂરીમાં જર્જરીત મકાનનોમાં રહેનાર લોકોમાં ચિંતા છે કે, જો તંત્ર મકાનો ખાલી કરાવશે તો તે ક્યાં જશે? સ્થાનિકોનું કહેવું છે કે સરકાર અત્યાર સુધી ક્યાં હતી, જર્જરિત મકાનો કેમ ફક્ત ચોમાસામાં જ યાદ આવે છે.
જો કે રહિશોને જર્જરિત બિલ્ડિંગ પડવાનો ભય છે. પણ મજબૂરીના કારણે તેઓ અહીં રહી રહ્યા છે. સ્થાનિકોની માગ છે કે અમારા માટે રહેવાની અલગ વ્યવસ્થા કરવામાં આવે.