વાતાવરણ@ભાવનગર: આજે સવારે લઘુત્તમ તાપમાન 23.8 ડિગ્રી નોંધાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે વહેલી સવારે ઠંડીનો અનુભવ થયો હતો. શહેરમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો છે. આજે સવારે લઘુત્તમ તાપમાન 23.8 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45 ટકા રહ્યું હતું. 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી. જોકે, બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
છેલ્લા ચાર દિવસના હવામાનના આંકડા જોઈએ તો મંગળવારે મહત્તમ તાપમાન 38.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું. બુધવારે મહત્તમ તાપમાન 34.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23.1 ડિગ્રી રહ્યું હતું. ગુરુવારે મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.3 ડિગ્રી નોંધાયું હતું.
આ દરમિયાન ભેજનું પ્રમાણ મંગળવારે 13 ટકા, બુધવારે 28 ટકા અને ગુરુવારે 32 ટકા રહ્યું હતું. પવનની ઝડપ મંગળવારે અને ગુરુવારે 14 કિલોમીટર પ્રતિ કલાક જ્યારે બુધવારે 18 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી.