હત્યા@બાસણા:ફોરન્સિક રિપોર્ટમાં યુવતીની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે.

 મહેસાણા ના બાસણા ગામ નજીક ખેતરમાંથી યુવતીનો મૃતદેહ મળવા મુદ્દે ચોંકાવનારા ખુલાસા થયા છે. 
 
હત્યા@કલોલ: માતા સાથે આડા સંબંધની શંકાથી પુત્રએ યુવકનું ઢીમ ઢાળ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

 અમદાવાદ સિવિલ હોસ્પિટલના ફોરન્સિક રિપોર્ટમાં યુવતીની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. આરોપીઓએ નિર્દયતા પૂર્વક યુવતીની કરોડરજ્જૂ તોડી, દુપટ્ટાથી ગળુ દબાવી દીધુ હતું. ત્યારબાદ માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા નીપજાવી હતી.

દુષ્કર્મ થયું હતું કે કેમ તેની સ્પષ્ટતા નહીં

જોકે ફોરેન્સિક રિપોર્ટમાં દુષ્કર્મ અંગે કંઈ જણાયું નથી. જેને પગલે તબીબોએ વિશેરા મેળવીને દુષ્કર્મ અંગે ફોરેન્સિક રીતે તપાસ શરૂ કરી છે. દુષ્કર્મ થયું હતું કે કેમ તે હજુ સ્પષ્ટ નથી, તો બીજીતરફ પરિવારમાં ભારે આક્રંદ સાથે આક્રોશ છે. પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે.

10 જેટલા શંકાસ્પદોની પૂછપરછ કરાઈ

પોલીસ આ કેસમાં અત્યાર સુધી 10 જેટલા શંકાસ્પદોની પૂછપરછ કરી ચૂકી છે, પરંતુ હજુ સુધી આરોપીઓ સુધી નથી પહોંચી શકી. જે શંકાસ્પદોની પૂછપરછ કરાઈ છે તેમાં એક રિક્ષાચાલક પણ છે. મૃત્યું પામનાર યુવતી માનવ આશ્રમ ચોકડીથી તેની રિક્ષામાં બેસી હતી અને દેલા નજીકથી એક અજાણ્યો શખ્સ પણ રિક્ષામાં બેઠો હતો. રીક્ષા ચાલક બંનેને ગઢા ગામના પાટીયે ઉતારીને મહેસાણા પરત ફર્યો હતો.

તમામ પાસાઓ પર પોલીસની તપાસ

પોલીસના જણાવ્યા પ્રમાણે આ કેસમાં બે-ત્રણ બાબતો છે. કોઈની સાથે મનદુઃખ થયું હોય, અણબનાવ હોય અથવા તો અજાણી વ્યક્તિએ એના એકલતાનો લાભ લીધો હોય અને તેની સાથે જબરદસ્તી કરી હોય એવું પણ માની શકાય. આ જેટલા પણ પાસાઓ છે તે તમામ પાસાઓ પર પોલીસની અલગ-અલગ ટીમો તપાસ કરી રહી છે. પ્રાથમિક અહેવાલ પ્રમાણે આરોપીઓએ દુપટ્ટાથી યુવતીનું ગળું દબાવી દીધું હતું. જેના કારણે કરોડરજ્જુ અને ગળાના જોઈન્ટમાં ઘણા બધા ક્રેક્ર થઈ ગયા હતા. શરીર પર ઇજાના નિશાનો હતા. માથાના ભાગે પણ ઇજાના નિશાનો હતા.

મહત્વનું છે કે યુવતીનો મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. યુવતીના કપડાં અને બેગ મૃતદેહથી 500 મીટર દૂર મળ્યાં હતા. હત્યા પહેલા યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા સેવાઇ રહી છે. મૃતક યુવતીની ઉંમર 23 વર્ષ છે અને તે વિસનગર તાલુકાના એક ગામની રહેવાસી હતી. તે મહેસાણામાં આવેલા એક મોલમાં નોકરી કરતી હતી. એટલું જ નહીં છેલ્લા બે દિવસથી યુવતી ગુમ હોવાની પણ ફરિયાદ નોંધાઈ હતી.