ચૂંટણી@દેશ: કોંગ્રેસની 5મી યાદીમાં 3 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા

ટિકિટ આપવામાં આવી છે
 
ચૂંટણી@દેશ: કોંગ્રેસની 5મી યાદીમાં  3 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણીના હવે થોડાજ દિવસો બાકી રહ્યા છે. ત્યારેય પાર્ટીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે.  કોંગ્રેસે રવિવારે 3 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં રાજસ્થાનમાંથી બે અને મહારાષ્ટ્રમાંથી એક ઉમેદવારનું નામ છે. પ્રતાપ સિંહ ખાચરિયાવાસને રાજસ્થાનના જયપુરથી ટિકિટ આપવામાં આવી છે. દૌસાના ધારાસભ્ય મુરારીલાલ મીણાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

કોંગ્રેસે મહારાષ્ટ્રની ચંદ્રપુર બેઠક પરથી પ્રતિભા ધનોરકરને ટિકિટ આપી છે. પ્રતિભાના પતિ સુરેશ ધનોરકરે 2019ની લોકસભા ચૂંટણીમાં ચંદ્રપુર બેઠક પરથી જીત મેળવી હતી. ગયા વર્ષે મે મહિનામાં સુરેશનું અવસાન થયું હતું. કોંગ્રેસે 23 માર્ચે 45 નામોની જાહેરાત કરી હતી. કોંગ્રેસે અત્યાર સુધીમાં 186 ઉમેદવારોની જાહેરાત કરી છે.

કોંગ્રેસે ચોથી યાદીમાં 46 નામ જાહેર કર્યા હતા...જુઓ સંપૂર્ણ યાદી

કોંગ્રેસની ત્રીજી યાદીમાં 7 રાજ્યોમાંથી 56 નામ હતા...

કોંગ્રેસે ગુરુવારે (21 માર્ચ) લોકસભા ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી. તેમાં 7 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના 56 ઉમેદવારોના નામ છે. 57 બેઠકોની આ યાદીમાં એવો પણ ઉલ્લેખ છે કે રાજસ્થાનની સીકર સીટ સીપીઆઈ-એમ માટે છોડી દેવામાં આવી છે.

ત્રણેય યાદી સહિત કોંગ્રેસે અત્યાર સુધીમાં 138 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. યાદીમાં પશ્ચિમ બંગાળના બહેરામપુરથી અધીર રંજન ચૌધરી અને મહારાષ્ટ્રના નાંદેડના વસંત રાવ ચવ્હાણના નામની જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસની બીજી યાદીમાં 6 રાજ્યોમાંથી 43 નામ હતા

8 માર્ચે 39 બેઠક માટે પ્રથમ યાદી જાહેર કરી હતી

કોંગ્રેસ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બીજી બેઠક સોમવારે (11 માર્ચ) સાંજે યોજાઈ હતી. કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને CEC સભ્યોએ દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં આયોજિત બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં રાજસ્થાન અને ઉત્તરાખંડના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા.

CECની પ્રથમ બેઠક 7 માર્ચે યોજાઈ હતી. 39 બેઠકો માટેની પ્રથમ યાદી 8 માર્ચે બહાર પાડવામાં આવી હતી, જેમાં છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, તેલંગાણા અને ત્રિપુરાની લોકસભા સીટો માટે નામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાંથી 16 કેરળનાં, 7 કર્ણાટકનાં, 6 છત્તીસગઢનાં અને 4 તેલંગાણાનાં નામ હતાં, જ્યારે મેઘાલયમાંથી બે અને નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ અને લક્ષદ્વીપમાંથી એક-એક નામ સામે આવ્યાં છે. આ 39 ઉમેદવારમાંથી 15 સામાન્ય કેટેગરીના અને 24 SC, ST, OBC અને લઘુમતી કેટેગરીના છે.