ગુનો@વડોદરા: બાળકીની છેડતી કરનાર વૃદ્ધને લોકોએ મેથીપાક ચખાડ્યો

વૃદ્ધને બેલ્ટથી પણ ફટકાર્યો હતો
 
ગુનો@વડોદરા: બાળકીની છેડતી કરનાર વૃદ્ધને લોકોએ મેથીપાક ચખાડ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં છેડતી, બળત્કાર, ચોરીના ગુનાઓ દિવસે-દિવસે ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી બળત્કાર અને છેડતીના ગુનાઓ સામે આવતા હોય છે. વડોદરાના નિઝામપુરામાં 6 વર્ષની બાળકી પર 75 વર્ષના વૃદ્ધે શારીરિક અડપલા કરતા લોકોએ વૃદ્ધને મેથીપાક ચખાડ્યો. 6 વર્ષની બાળકી મામાના ઘરે આવી હતી અને સ્ટેશનરીની દુકાને કંઈક લેવા ગઈ હતી.

સ્ટેશનરીની દુકાન ચલાવતા 75 વર્ષના વૃદ્ધે બાળકીને શારીરિક અપડલા કરતા બાળકીએ ઘરે આવીને તેના પરિવારને આ વાતની જાણ કરી, બાદમાં તેના પરિવારજનો સ્ટેશનરી પર પહોંચી ગયા અને ભેગા મળીને વૃદ્ધને માર માર્યો. કેટલાક યુવાનોએ તો વૃદ્ધને બેલ્ટથી પણ ફટકાર્યો હતો. સમગ્ર મામલે પરિવારના લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેથી ફતેગંજ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. હાલમાં પોલીસે આરોપી વૃદ્ધ અનિલ ગોસ્વામીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.