ઘટના@સુરત: ચાલુ સિટી બસમાં આગ લાગી હોવાનું સામે આવ્યું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
અનેક વાર આગ લાગવાની ઘટના સામે
Dec 24, 2023, 17:28 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અનેક વાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં વધુ એક આગ લાગવાની ઘટના બની છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં ચાલુ સિટી બસમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.તો સાઈ પોઈન્ટ વિસ્તારમાં સિટી બસમાં આગની ઘટના બની છે.જો કે ડ્રાઈવરે સમયસર બસ ઉભી રાખતા મોટી જાનહાનિ ટળી છે. તેમજ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.