ગુનો@ટંકારા: બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઇસમને પોલેસે ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજ કાલ દારૂની હેરાફેરીના કેસ વધી ગયા છે.નગરનાકા પાસે બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ટંકારા પોલીસે ધરપકડ કરી હતી અને પોલીસ તપાસમાં અન્ય એક આરોપીનું નામ ખુલતા તેને ઝડપવા પોલીસે તજવીજ શરૂ કરી હતી. બનાવની મળતી વિગત મુજબ ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે નગરનાકા પાસે આરોપી સમીર મેસાણીયા બાઈકમાં પસાર થતા પોલીસે તેને રોકી પ્લાસ્ટિકનું બચકું રાખીને બેઠો હતો.
જેથી પોલીસે તેની તલાશી લેતા તેમાં રૂ.3 હજારની કિંમતની વિદેશી દારૂની કુલ 8 નંગ બોટલો મળી આવી હતી. પોલીસ તપાસમાં આરોપી સમીરે કબૂલાત આપી હતી કે, તેણે ટંકારા ખાતે રહેતા આરોપી વસીમભાઇ સાંજી નામના શખ્સ પાસેથી વેચાણ કરવાના ઇરાદે દારૂનો જથ્થો મેળવ્યો હતો. જેથી પોલીસે દારૂ અને બાઈક સહિત કુલ રૂપિયા ૨૩,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સમીરની અટકાયત કરી હતી. તથા બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.