કાર્યવાહી@હળવદ: ખનીજ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને પોલીસે ઝડપ્યો

પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો છે
 
કાર્યવાહી@હળવદ: ખનીજ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને પોલીસે ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ચોરીના કેસ ખુબજ વધી ગયા છે.ચોરો દિન દહાડે ચોરી કરતા થયા છે.ગુના કરે છે અને છુપાઈને ફરતા હોય છે.ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમ નાસતો ફરતો હોય જેને એલસીબી ટીમે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ પોલીસ સ્ટેશનમાં ખનીજ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી રહીમ હુશેન રાઉંમાં રહે હાલ સામખીયારી ખાતે તેના રહેણાંક મકાને હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જેમાં આરોપીના રહેણાંક મકાન ખાતે તપાસ કરતા આરોપી રહીમ હુશેન ગુલમામદ રાઉંમાં (ઉ.વ.૪૪) ને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો છે

જે કામગીરીમાં એલસીબી પીઆઈ ડી એમ ઢોલ, પીએસઆઈ એન.એચ. ચુડાસમા, કે એચ ભોચીયા, એ ડી જાડેજા, જયવંતસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા સહિતની ટીમ જોડાયેલ હતી