ક્રાઈમ@સરખેજ: ગાંજાનું વાવેતર કરતા યુવતી સહિત ત્રણ આરોપી પોલીસે ઝડપ્યા

 ગાંજાનું સેવન કરવાથી 100 ગણો વધારે નશો થાય છે.
 
ક્રાઈમ@સરખેજ: ગાંજાનું વાવેતર કરતા યુવતી સહિત ત્રણ આરોપી પોલીસે ઝડપ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

પોલીસે બાતમી આધારે ઓર્ચિડ લેગસી ફ્લેટમાં રેડ કરી ગાંજાનું વાવેતર કરતા યુવતી સહિત ત્રણ લોકોની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસ કરતા આ બંને ફ્લેટમાં ટેમ્પરેચર મેઇન્ટેઇન કરીને ગાંજાની પ્રોસેસ કરતા હતા. આ કોઇ સામાન્ય ગાંજો નહીં પણ હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું માની પોલીસે વધુ તપાસ હાથ ધરી ત્રણ લોકોની અટકાયકત કરી હતી.

આ ફ્લેટમાં મોટા પાર્સલો આવતા સ્થાનિક લોકોને શંકા જતા પોલીસને જાણ કરાઇ હતી અને પોલીસે રેડ કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. આરોપીઓએ દોઢેક માસથી ગાંજાના છોડ ઉગાડ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગાંજો જલ્દી ઉગે તે માટે તેમાં એમિનો એસિડ પણ નાખવામાં આવતો હતો.

સરખેજ વિસ્તારમાં ઓર્ચિડ લેગસી ફ્લેટના ડી-2 બ્લોકના 1501 અને 1502 નંબરના ફ્લેટ 35 હજારમાં ભાડે રાખીને કેટલાક લોકોએ ગ્રીન હાઉસની માફક ગાંજાની લેબ શરૂ કરી હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. પોલીસે રેડ કરતા રવિ મુસરકા, વિરેન મોદી, રીતિકા પ્રસાદ નામના આરોપીઓની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસ કરતા આ તમામ લોકો ઝારખંડના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. એક આરોપી તેના જ ભાઇ પાસેથી ચેન્નઇથી ભુજ એક કેમિકલ બેગ મગાવતો હતો. જે કેમિકલ આ હાઇડ્રોપોનિક ગાંજાની પ્રોસેસ માટે વપરાતું હતું. જેથી પોલીસે ત્રણેયની અટકાયત કરી ઘરમાં વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં આ તમામ આરોપીઓએ 35-35 હજારમાં બે મકાન ભાડે રાખ્યા હોવાનું સામે આવ્યું હતું. જ્યાં ગ્રીન હાઉસની માફક લેબ જેવી વ્યવસ્થા કરીને રૂમનું ટેમ્પરેચર મેઇન્ટેઇન કરીને ગાંજાની પ્રોસેસ કરાતી હતી. પોલીસે તપાસ કરતા 100થી વધુ ગાંજાના કૂંડા મળી આવ્યા હતા. જેથી પોલીસે એફએસએલને બોલાવી પંચનામું કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વિદેશમાં હાઇડ્રોપોનિક ગાંજાની ખેતીનું ચલણ

સૂત્રોના મતે ઘણા સમય પહેલા એક એજન્સીએ આ જ પ્રકારનો એક કેસ કર્યો હતો. જેની તપાસમાં સામે આવ્યું હતું કે સામાન્ય ગાંજા કરતા આ ગાંજાનું સેવન કરવાથી 100 ગણો વધારે નશો થાય છે. જેનું વિદેશમાં ખૂબ ચલણ હોય છે અને વિદેશમાં તેની ખેતી પણ થાય છે. હાઇડ્રોપોનિક ગાંજાથી અન્ય પ્રકારના હાઇ લેવલના ડ્રગ્સ જેવો નશો થતો હોવાથી તેનું ઘણા લોકો સેવન કરે છે.

છોડ બીજ સહિતનો મુદ્દામાલ મળ્યો

પોલીસે રેડ કરતા ત્રણ લોકો ફ્લેટમાંથી મળી આવ્યા હતા. જ્યાં આ ગાંજાની પ્રોસેસ કરાતી હતી. જેથી પોલીસને શંકા છે કે આરોપીઓ હાઇડ્રોપોનિક ગાંજાની પ્રોસેસ કરતા હોઇ શકે છે. જેથી પોલીસે એફએસએલને બોલાવી તપાસ કરાવી હતી. અહીં રૂમનું ટેમ્પરેચર પણ સેચ કરવા સહિતની વ્યવસ્થા કરાઇ હતી. આરોપીઓ કેટલા સમયથી આ ગેરકાયદે કામ કરતા, અન્ય કોણ કોણ સંડોવાયુ છે, કોને કોને ગાંજો સપ્લાય કરતા હતા તે બાબતે વધુ તપાસ કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હોવાનું પીઆઇ વી.જે. ચાવડાએ જણાવ્યું હતું.