રિપોર્ટ@દાહોદ: બળત્કાર અને હત્યાના મામલામાં પોલીસે 12 દિવસમાં નરાધમ આચાર્ય સામે 1700 પાનાંની ચાર્જશીટ ફાઈલ કરી

રાજ્યભરમાં ચકચાર જગાવનાર આ મામલે આજે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે આરોપી આચાર્યને લોઅર કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી રાહત ન મળે અને કડકમાં કડક સજા થાય એ પ્રકારની પોલીસે તપાસ કરી છે.
 
રિપોર્ટ@દાહોદ: બળત્કાર અને  હત્યાના મામલામાં પોલીસે 12 દિવસમાં નરાધમ આચાર્ય સામે 1700 પાનાંની ચાર્જશીટ ફાઈલ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં બળત્કારનાં ગુનાઓ ખુબજ વધી ગયા છે. શાળાના આચાર્યે માસુમ માલકી પર બળત્કાર ગુજાર્યો હતો. દાહોદ જિલ્લામાં 6 વર્ષીય વિદ્યાર્થિની પર શાળાના આચાર્યે જ દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા નિપજાવવાના મામલામાં પોલીસે 12 દિવસમાં જ નરાધમ આચાર્ય સામે 1700 પાનાંની ચાર્જશીટ ફાઈલ કરી છે.

રાજ્યભરમાં ચકચાર જગાવનાર આ મામલે આજે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે આરોપી આચાર્યને લોઅર કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી રાહત ન મળે અને કડકમાં કડક સજા થાય એ પ્રકારની પોલીસે તપાસ કરી છે. દેશમાં બનતા ગુનાઓમાં તપાસ માટે જવલ્લે જ થતા ટેસ્ટ આ કેસમાં કરવામાં આવ્યા છે.

12 દિવસ પહેલાં દાહોદની તોરણી પ્રાથમિક શાળામાં શું બન્યું હતું અને ત્યાર બાદ પોલીસે 12 જ દિવસમાં રજૂ કરેલી 1700 પાનાંની ચાર્જશીટમાં કયા કયા મહત્ત્વના મુદ્દાઓને સાંકળી લીધા છે એની વિગતવાર વાત કરીએ.