બનાવ@નવસારી: જાહેરમાં ખુલ્લી તલવારથી કેક કાપતા યુવાનને પોલીસે સબક સિખવ્યો

 પોલીસે ધરપકડ કરી હતી. 

 
બનાવ@નવસારી: જાહેરમાં ખુલ્લી તલવારથી કેક કાપતા યુવાનને પોલીસે સબક સિખવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

નવસારીમાં જાહેરમાં ખુલ્લી તલવારથી કેક કાપતા યુવાનની પોલીસે ધરપકડ કરી છે. જન્મદિવસની ઉજવણી માટે કેટલાક યુવાનો રોમિયોગીરી સુધી ઉતરી આવે છે. કારમાં સ્ટંટ કરવા કે પછી તલવાર વડે કેક કાપી જન્મદિવસ મ્નવતા લોકો એસએમે પોલીસે હવે લાલ આંખ કરી છે. આવી જ એક ઘટના નવસારીમાં બની છે જેમાં જાહેર રસ્તા પર કેક કાપતા વાયરલ વિડિયોને લઈ પોલીસે કાર્યવાહી કરી છે. નવસારી SOG પોલીસે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને આધારે યુવાનની ધરપકડ કરી છે. નવસારીના કબીલપોરની આનંદ પાર્ક સોસાયટીમાં રાજ દંતાણીએ જન્મ દિવસે તલવાર વડે કેક કાપી હતી.

તલવાર વડે કેક કાપતા રાજ દંતાણીએ સોશ્યલ મીડિયામાં વીડિયો અપલોડ કર્યો હતો. તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ થતા એક્ટિવ થયેલી SOG પોલીસે રાજની ધરપકડ કરી, બાદમાં આરોપીને ગ્રામ્ય પોલીસને સોપવામાં આવ્યો હતો. જેથી ગ્રામ્ય પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી છે.