રીપોર્ટ@વલસાડ: શાળામાં સફાઈ અંગે રજૂઆત કરવા જતા વાલીઓ પર આચાર્ય વિફર્યા

આચાર્યએ વાલીઓ સામે દાદાગીરી કરી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આચાર્યની દાદાગીરી સામે આવી છે. જયાં શાળામાં સફાઈ અંગે રજૂઆત કરવા જતા વાલીઓ પર આચાર્ય વિફર્યા હતા. ફળી ગામના પ્રાથમિક શાળાના આચાર્યએ વાલીઓ સામે દાદાગીરી કરી હતી. શાળામાં સફાઈનો અભાવ અને નબળા ભણતર અંગે વાલીઓ આચાર્યને રજૂઆત કરવા શાળામાં પહોંચ્યા હતા.

બાળકો પાસે શાળામાં સફાઈ કરાવતા હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. ગામના સરપંચે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી. દાદાગીરીનો વીડિયો વાયરલ થતા જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ તપાસ હાથ ધરી છે.