વેપાર@બોટાદ: કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં કપાસની ખરીદી અચાનક બંધ કરવામાં આવી

આ નિર્ણય CCIના ઓનલાઈન રિટેલ બિલિંગ સર્વરમાં આવેલી ખામીને કારણે લેવામાં આવ્યો છે.
 
વેપાર@બોટાદ: કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં કપાસની ખરીદી અચાનક બંધ કરવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવતી કપાસની ખરીદી આજથી અચાનક બંધ કરવામાં આવી છે. આ નિર્ણય CCIના ઓનલાઈન રિટેલ બિલિંગ સર્વરમાં આવેલી ખામીને કારણે લેવામાં આવ્યો છે.

માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરીયાના જણાવ્યા મુજબ, જ્યાં સુધી CCIનું ઓનલાઈન બિલિંગ સિસ્ટમ ફરીથી કાર્યરત નહીં થાય ત્યાં સુધી કપાસની ખરીદી મોકૂફ રાખવામાં આવશે. સિસ્ટમ પુનઃ કાર્યરત થયા બાદ જ ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેની માહિતી ખેડૂતોને અલગથી આપવામાં આવશે.

ખેડૂતોના હિતમાં APMCએ સ્પષ્ટ સૂચના જારી કરી છે કે, જ્યાં સુધી બીજી જાહેરાત ન કરવામાં આવે, ત્યાં સુધી તેઓ પોતાનો કપાસ માર્કેટ યાર્ડમાં લાવવાનું ટાળે. આ પગલાંથી ખેડૂતોને બિનજરૂરી ધક્કા ખાવાથી બચાવી શકાશે અને વ્યવસ્થિત રીતે ખરીદી પ્રક્રિયા શરૂ થઈ શકશે.