વરસાદ@ગુજરાત: રાજકોટમાં મેઘરાજાની એન્ટ્રી થઈ, કયા કયા વિસ્તારમાં વરસાદ વરસ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં વરસાદની શરૂવાત થઇ ગઈ છે. રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં આજે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આ સાથે જ જિલ્લાના ગોંડલ, જસદણ અને જેતપુર સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું.
જેતપુરમાં સાંજે ચાર વાગ્યા સુધીમાં 3 મીલીમીટર વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેરમાં યાજ્ઞિક રોડ, ભક્તિનગર સર્કલ આસપાસના વાણીયાવાડી, ગાયત્રી નગર, ગોપાલ નગર, સહકાર મેઈન રોડ ઉપરાંત આનંદ બંગલા ચોક, સ્વામિનારાયણ ચોક, મવડી સહિતના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. શહેરીજનો વરસાદમાં ભીંજાવવા માટે ઘરની બહાર નીકળી ગયા હતા.
બાળકો પણ રસ્તા ઉપર વરસાદની મજા માણતા નજરે પડ્યા હતા. રાજકોટ જિલ્લાના જેતપુરમાં સાંજ સુધીમાં 3 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. જેને લીધે રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને અમુક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા.