ધાર્મિક@રાજકોટ: પંચમુખી હનુમાન મંદિરમાં તમામ ભક્તોની મનોકામના પૂરી થાય છે, જાણો વધુ

હનુમાનજીના એક નહીં પરંતુ પાંચ મુખ
 
ધાર્મિક@રાજકોટ: પંચમુખી હનુમાન મંદિરમાં તમામ ભક્તોની માંનોકામાંના પૂરી થાય છે, જાણો વધુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશભરમાં હનુમાનજીના લાખો નાના મોટા મંદિરો આવેલા છે. રાજકોટના હડમતીયા ગામે એવું મંદિર આવેલું છે કે, જ્યાં હનુમાનજીના એક નહીં પરંતુ પાંચ મુખના દર્શન થાય છે.  આ હનુમાનજીના મંદિરે લોકો રડતા રડતા આવે છે અને દાદાના દર્શન કર્યા બાદ હસતા હસતા જાય છે.

આ પંચમુખી હનુમાન દાદાની માનતા પૂર્ણ કરવા રાજ્યભરમાંથી લોકો આવતા હોય છે. અહીંયા હનુમાન દાદાને શ્રીફળ મણીંદાની માનતા થાય છે. જોકે, અહીંયા ભક્તોનો એવો પણ દાવો છે કે, જે લોકોને સાંધાના દુખાવા હોય તે લોકો મંદિરમાં વાળવાની પણ માનતા કરતા હોય છે.

મંદિરમાં આવેલા ગ્રાઉન્ડમાં વાળતા હોય છે ત્યારે અમને અહીંયા સરસ્વતીબેન નામના એક ભક્ત મળ્યા કે, જેમને જણાવ્યું કે તેઓ થોડા વર્ષો પહેલા આ હડમતીયા ગામમાં આવેલા. તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. એક જ રૂમમાં આખો પરિવાર રહેતો હતો. ત્યારે તેમણે પોતાના ઘરેથી મંદિર સુધી ચાલીને આવવાની માનતા કરી હતી. ત્યારબાદ પંચમુખી હનુમાન દાદાની એવી તો એમના પરિવાર પર કૃપા વરસી કે અત્યારે ઘરનું ઘર થઈ ગયું તેમ જ બે કાર પણ તેમણે વસાવી લીધી અને અત્યારે તેઓની આર્થિક સ્થિતિ ખૂબ જ સારી છે. જોકે તેઓ હજુ પણ આ પંચમુખી હનુમાન દાદાની સેવા કરવા આવે છે અને દાદાને પ્રાર્થના પણ કરે છે.

પંચમુખી હનુમાન દાદાના મંદિરમાં દાદાના પરચા પણ અનેક અનેક છે. આ મંદિરના પટાંગણમાં એક ચમત્કારી ખીજડો પણ આવેલો છે. કહેવાય છે કે, આ ખીજડો સદીઓ જૂનો છે. આ ખીજડામાં ચમત્કારની વાત તો એ છે કે, ખીજડાનું થળ બહારથી મજબૂત દેખાય છે પરંતુ આ થડની અંદર પ્રવેશી શકાય છે. અહીંયા જેમને ઉધરસ થઈ હોય અને કોઈ જ રીતના મટતી ન હોય તો આ ખીજડાની અંદરથી પસાર થવાની માનતા કરવામાં આવે તો ગમે તેવી ઉધરસ ખૂબ જ સરળતાથી મટી જતી હોવાનો દાવો ગામના આગેવાનો કર્યો હતો.

આ ખીજડાની બીજી અને સૌથી મોટી વિશેષતા એ છે કે, આશરે 50 વર્ષ પહેલા ખીજડાની અંદર અગમ્ય કારણોસર આગ લાગી હતી. ખીજડો આખો અંદરની સાઈડથી બળી ગયો હતો. જે તે સમયે આગ કોઈના કીધે પણ કંટ્રોલમાં આવી ન હતી. હાલ ખીજડાનું થળ અંદરની તરફથી આખું સગડી ગયું છે. આમ છતાં ખીજડો અડીખમ છે અને ખીજડાની છાયા હેઠળ સૌ કોઈ રહી શકે છે.

પંચમુખી હનુમાન દાદાની આ મંદિરની સૌથી મોટી વિશેષતા જાણીને તમે પણ અચરજમાં મુકાઈ જશો. આ મંદિરના પૂજારીએ દાવો કર્યો છે કે, આ હનુમાનજીનું મંદિર દર વર્ષે જમીનમાંથી એક ચોખાની સાઈઝ જેટલું બહાર નીકળે છે. પૂજારીના દાવા પ્રમાણે, આ મૂર્તિઓ એક ચોખાની સાઈઝ જેટલી ઊંચાઇ વધે છે તેમજ એક ચોખાની સાઈઝ જેટલી પહોળાઈ વધે છે.


આ મૂર્તિ 20 ફૂટ અંદર હોવાનું દાવો પણ કરવામાં આવી રહ્યો છે. જે છેલ્લા થોડા સમયથી આ બહાર આવી રહી છે. આ મંદિરના ઇતિહાસ વિશે અહીંના લોકોનું કહેવું છે કે, સદીઓ પહેલા અહીંયા ખેડૂત ખેતર ખેડી રહ્યા હતા. એ સમયે અચાનક જ જમીનમાંથી લોહી નીકળ્યું હતું જે સમયે એ ખેડૂતો દ્વારા અહીંયા ખોદકામ કરાતા પાંચ મુખવાળા હનુમાનજી નીકળ્યા હતા. ત્યારબાદ અહીંયા મંદિરની સ્થાપના કરવામાં આવી છે. મંદિરની બિલકુલ બાજુમાં જ આ ચમત્કારી ખીજડો પણ આવેલો છે. અહીંયા વૃદ્ધ લોકોનું પણ કહેવું છે કે, તેઓ જ્યારથી સમજતા શીખ્યા ત્યારથી આ મંદિરને અને આ ખીજડાને જોતા આવ્યા છે. આજ સુધીમાં અનેક અનેક પરચાઓ તેઓએ જોયા છે.