રિપોર્ટ@બનાસકાંઠા: થરાદની કેનાલમાંથી 36 કલાકમાં 4 મૃતદેહ મળી આવતાં ચકચાર મચી

ફાયર ટીમ તહેવારોમાં સતત દોડતી રહી અને પંથકમાં 4 મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે.
 
રિપોર્ટ@બનાસકાંઠા: થરાદની કેનાલમાંથી 36 કલાકમાં 4 મૃતદેહ મળી આવતાં ચકચાર મચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બનાસકાંઠા જિલ્લામાં પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ મોતની કેનાલ બની ગઇ છે. થરાદ પંથકમાંથી પસાર થતી મુખ્ય કેનાલ તહેવારોમાં ગોઝારી બની ગઇ હતી. થરાદ પાસેથી પસાર થતી કેનાલમાંથી ફાયર ટીમે અલગ અલગ જગ્યાએથી તહેવારોમાં ચાર મૃતદેહો બહાર કાઢ્યાં હતાં અને વાલીવારસોને સોંપવામાં આવ્યાં હતાં.

રિપોર્ટ@બનાસકાંઠા: થરાદની કેનાલમાંથી 36 કલાકમાં 4 મૃતદેહ મળી આવતાં ચકચાર મચી

ફાયર ઓફિસર વિરમજી રાઠોડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારોમાં અમે સતત દોડતાં રહ્યા છીએ. થરાદની કેનાલમાં અલગ અલગ જગ્યાએથી ત્રણ પુરુષો અને એક મહિલાની લાશ કેનાલમાંથી બહાર નીકાળી હતી.

થરાદની મુખ્ય કેનાલમાં ભાપી પુલિયા પાસેથી યુવકનો મૃતદેહ બહાર કઢાયો હતો. જેના બાદ ચુડમેર પુલિયા પાસેથી યુવકનો મૃતદેહ મળી આવ્યો. જેના બાદ દેવપુરા પુલ નજીકથી આધેડ મહિલાનો મૃતદેહ બહાર કઢાયો હતો. જેના બાદ લોરવાડા પુલ નજીકથી તરતો યુવકનો મૃતદેહ બહાર કઢાયો હતો.

ફાયર ઓફિસર વિરમજી રાઠોડે લોકોને અપીલ કરી હતી કે, કોઈપણ સમસ્યાનો ઉકેલ હોય છે અને તેનો ઉકેલ લાવવો પણ આવી રીતે આત્મહત્યા કરી જીવન ટુંકાવવું એ યોગ્ય નથી. જેથી કોઈપણ સમસ્યા હોય તો લોકોને જાણ કરો અને તેનો ઉકેલ મેળવી આ અમૂલ્ય જીંદગી છે એને જીવો એવી બે હાથ જોડીને અપીલ કરી હતી.