રિપોર્ટ@હિંમતનગર: ગોપાલ કંપનીના ગાંઠિયાના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ખાવા-પીવાની વસ્તુમાંથી અવાર-નવાર જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી હતી. ફરી એકવાર એવી ઘટના બની છે. હિંમતનગર તાલુકાના પ્રેમપુર ગામમાં ગોપાલ નમકીનના ગાંઠીયા ખાધા બાદ બાળકીને ઝાડા અને ઉલટી થતાં ગાંઠીયાના 400 ગ્રામના પેકેટને ચેક કર્યું. ગાંઠીયામાંથી મરેલો ઉંદર નીકળતાં ફફડાટ વ્યાપી ગયો હતો.
પ્રેમપુર ગામમાં ગોપાલ નમકીનના ગાંઠિયા ઘરે ખાવા માટે મંગાવ્યા હતા. એક નાની બાળકી અને તેની મમ્મીએ ગાંઠીયા ખાધા હતા. અચાનક ગાંઠીયા ખાધા બાદ નાની બાળકીને ઝાડા અને ઉલટી થતાં બાળકીના પિતા બાળકીને દાવડ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
ગાંઠિયાનું પેકેટ ચેક કર્યું તો અંદરથી મરી ગયેલ ઉંદર નીકળ્યો હતો. બાળકીના પિતા જૈમિનભાઈ પટેલે જણાવ્યું કે કંપનીમાં વાત કરતાં તેમણે અમારે આવું કોઈ દિવસ થાય નહી કહીને વાત ટૂંકાવી દીધી હતી.પરિવારે આ અંગે ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી કંપની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.