રિપોર્ટ@ગુજરાત: રેપ પીડિત 10 વર્ષીય બાળકીની હાલત નાજુક, જાણો વધુ વિગતે
મોટા હેલ્થ સેન્ટરમાં એરલિફ્ટ કરવાની ઝારખંડ સરકારની તૈયારી, ડોક્ટર્સે કહ્યું- જરૂર પડશે તો વધુ સર્જરી કરાશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દુષ્કર્મની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુષ્કર્મની ઘટના સામે આવતી હોય છે. હાલના સમયમાં નાની બાળકીઓ પણ સુરક્ષીત રહી નથી. ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર એક મહિનામાં બબ્બે વાર દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા રાક્ષસી કૃત્ય આચર્યાની ઘટનાના ગુજરાત સહિત દેશભરમાં પડઘા પડ્યા છે.
ઝારખંડ સરકારમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી આ મામલાને લઈ આજે વડોદરા આવી પહોંચ્યા હતા. વડોદરા સિવિલમાં બાળકીનાં પરિવારજનો સાથે મુલાકાત કરી સ્થિતિ જાણી હતી. સાથે કહ્યું હતું કે, બાળકીની હાલત નાજુક છે. જો તેની સારવાર માટે હાયર સેન્ટરમાં લઈ જવાની જરૂર હશે તો ઝારખંડ સરકાર લઈ જવા માટે તૈયાર છે.
હોસ્પિટલના RMOએ કહ્યું હતું કે, બાળકીને અહીં બેસ્ટ સારવાર મળી રહી છે. જરૂર પડે તો સર્જરી અંગે નિર્ણય કરાશે. ઝારખંડના મંત્રીની વડોદરા મુલાકાત અંગે આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે, ઝારખંડની ટીમ અહીંથી ખુશ થઈને ગઈ છે. કોઈને રાજકીય મુદ્દો ઉભો કરવો હોય તો કરી શકે, કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો નથી.