રિપોર્ટ@ગુજરાત: ભાજપ માટે 2 કરોડ સભ્ય કરવા મુશ્કેલ, જાણો વધુ વિગતે

ટાર્ગેટ પૂરો કરવા 15 ઓક્ટોબર સુધીમાં દરરોજ 8 લાખથી વધુ સભ્યો બનાવવા પડે

 
રિપોર્ટ@અમદાવાદ: ભાજપ માટે 2 કરોડ સભ્ય કરવા મુશ્કેલ, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ભાજપ માટે 2 કરોડ સભ્ય કરવા મુશ્કેલ થઇ રહ્યું છે. ભાજપે સદસ્યતા અભિયાનમાં ટાર્ગેટ 2 કરોડનો આપી તો દીધો પણ, એ પૂરો કરવો અઘરો લાગી રહ્યો છે, કેમકે અત્યાર સુધીમાં હજુ એક કરોડનો આંકડો પહોંચી શક્યા નથી અને 15 ઓક્ટોબર સુધી માં જો 2 કરોડનો ટાર્ગેટ પૂરો કરવો હોય તો રોજના 8 લાખથી વધુ સભ્યો બનાવવા પડે અથવા તો એક મહિના ની મુદત વધારવી પડે તેવી સ્થિતિ છે.

ભાજપ દ્વારા 2 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન શરૂ કર્યું હતું, જેમાં ભાજપના નેતાઓ, કાર્યકરોને ચોક્કસ ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જેમાં સંસદસભ્યો, ધારાસભ્યો, કોર્પોરેટર, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના આગેવાનોને પણ અભિયાનમાં કામે લગાડી દીધા હતા. ગુજરાતમાં વિધાનસભાથી લઈને 70 ટકા જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકામાં ભાજપનું શાસન છે, તેમ છતાં સદસ્યતા અભિયાનને એક મહિનો પૂરો થયો હોવા છતાં 1 કરોડનો આંક પૂરો થઈ શક્યો નથી, જેથી ભાજપના પ્રદેશ પ્રમુખથી લઈને નેતાઓએ વારંવાર બેઠક કરી ને ટાર્ગેટ પૂરો કરવા ટકોર કરી રહ્યા છે, ભાજપે સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ પૂરો કરવા માટે તાજેતરમાં જ ત્રણ દિવસ મુખ્યમંત્રીથી લઈને મંત્રીઓ, ધારાસભ્યોની સદસ્યતા ડ્રાઈવ કરી હતી.

ભાજપ માટે આખી જુવાની ઘસી નાખનારને ભાજપે સામાન્ય કાર્યકર બનાવી ને રાખ્યા, સિનિયર કાર્યકરો પણ નારાજ હોવાથી સદસ્યતા અભિયાન ચાલતું નથી. ભાજપના સ્થાનિક નેતાઓ સભ્ય બનાવવા નીકળે ત્યારે મતદારો પણ કહેવા લાગ્યા છે કે, મત ભાજપ ને જ આપીશું પણ સભ્ય બનાવવાનું રહેવા દો. ભાજપ સંગઠન સામે આંતરિક રોષ જોવા મળી રહ્યો હતો, જેમાં સરકાર અને સંગઠન સાથે ચૂંટાયેલા પ્રતિનિધિ વચ્ચે કોઈ સંકલન ના હોવાથી સંગઠન સામે એન્ટી ઇન્કબંસી ઉભી થઇ હોય એવું વાતાવરણ ઊભું થયું છે.

કોંગ્રેસમાંથી ભાજપમાં ભરતીનો વધી રહેલો પ્રવાહ પણ ભાજપના સ્થાનિક આગેવાનો, કાર્યકરોને ખટકી રહ્યો છે, રાતોરાત ભાજપમાં આવેલાને નેતાઓ બનાવી દેવામાં આવે છે. તેના કારણે સદસ્યતા અભિયાન માં અવળી અસર પડી હોવાનું ભાજપ નેતાઓનું કહેવું છે.

બોટ કાંડ, મોરબી પુલ, ગેમઝોન કાંડ જેવી ઘટનાઓની સાથે ભારે વરસાદ, પુરની પરિસ્થિતિ, તૂટેલા રોડ મામલે ભાજપના નેતાઓ પ્રજા વચ્ચે ગયા નહીં તેનો પણ રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અગાઉ 1 કરોડનો ટાર્ગેટ પૂરો કર્યો હતો, તે સમયે ભાજપના સભ્ય બનવા માત્ર મિસ કોલથી જ બની જતા હતા. આ વખતે મિસ કોલ, ઓટીપી, ફોર્મ, ફોટો બધું અપલોડ કરે પછી જ સભ્ય બની શકે છે, જેના કારણે પણ ભાજપનું સદસ્યતા અભિયાન નબળું પડ્યું છે.

ઓનલાઈન ફ્રોડ વધતા લોકોને શંકા જાય છે,સભ્ય બનવા ઓટીપી આપવાનું ટાળે છે

ભાજપના નેતાઓને સદસ્યતા અભિયાન માં સૌથી વધુ OTP નડી રહ્યો છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં તો ભાજપના સ્થાનિક નેતાઓ ઘેર ઘેર ફરીને સભ્ય બનાવવા દોડી રહ્યા છે. નાગરિકોના મોબાઈલમાં OTP આવતો હોવાથી નાગરિકો વિશ્વાસ મૂકતા નથી, કેમકે OTP ફ્રોડના સમાચારો અને સાવચેતીને ધ્યાનમાં રાખીને ભાજપના નેતાઓ ને પણ કહી દે છે કે, ભાઈ, સભ્ય બનવાનું તો ઠીક છે પણ OTP નહીં આપીએ, જેના કારણે ભાજપનું અભિયાન ધીમે ચાલી રહ્યું છે. 2 સપ્ટેમ્બરથી શરૂ થયેલા આ અભિયાનમાં અત્યાર સુધીમાં 1 કરોડ સભ્ય પણ બન્યા નથી, હવે અઠવાડિયું જ બાકી રહ્યું