રિપોર્ટ@ગુજરાત: સ્પેન-ભારતના PMના કાર્યક્રમને લઇ તૈયારીને આખરી ઓપ, જાણો વધુ વિગતે
આ 12 કિમીના માર્ગ પર ઠેર-ઠેર વડાપ્રધાનના પોસ્ટર-બેનર સાથે વિવિધ કલાકૃતિ સાથે જ વડાપ્રધાનના વિવિધ યોજનાઓ અંગેના પોસ્ટર-બેનર લગાવવામાં આવ્યા છે.
Oct 26, 2024, 19:21 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેજની વડોદરા મુલાકાતને લઇ આગમન સ્થાન વડોદરા એરપોર્ટથી લઇ કાર્યક્રમ સ્થળ ટાટા એડવાન્સ સિસ્ટમ એરક્રાફ્ટ કોમ્પલેક્ષ સુધી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ 12 કિમીના માર્ગ પર ઠેર-ઠેર વડાપ્રધાનના પોસ્ટર-બેનર સાથે વિવિધ કલાકૃતિ સાથે જ વડાપ્રધાનના વિવિધ યોજનાઓ અંગેના પોસ્ટર-બેનર લગાવવામાં આવ્યા છે.