રીપોર્ટ@દેશ: ફોનમાં બસ કરવાનું રહેશે આટલું સેટિંગ્સઃ ,ડીલીટ કરેલા મેસેજ જોઈ શકાશે

સોશિયલ મીડિયામાં whatsapp જેવી એપનો સવિશેષ ઉપયોગ વધી રહ્યો છે.

 
ઓટોમોબાઇલઃ 1લી ફેબ્રુઆરીથી નહીં કરી શકો WhatsApp યુઝ જાણો કેમ ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઘણી વખતાં લોકો આપણે કોઈ મેસેજ મોકલે અને આપણે જોયા ન હોય તે પહેલા ડિલિટ કરી દે છે. એટલે આપે શંકા થાય કે આ વ્યક્તિએ શું મેસેજ કર્યો હશે. કેમ ડિલિટ કર્યો હશે. પરંતુ આવા મેસેજ પણ જો તમે ધારો તો વાંચી શકો છો. વોટ્સએપમાં નવું ફિચર્સ આવી ગયું છે. જેની મદદથી યુઝર્સ whatsapp પર ડિલિટ થયેલા મેસેજ ફરી વાંચી શકે છે.

whatsappમાં ડિલીટ ફોર એવરીવન એમાનું એક ફીચર છે. આમાં મેસેજ મોકલનાર તે મેસેજને ડિલીટ કરી શકે છે. આ ડિલીટ થયેલ મેસેજ સેન્ડરની સાથે સાથે રિસીવરના મોબાઈલમાંથી પણ ડિલીટ થઇ જાય છે. આ ડિલીટ થયેલા મેસેજને એક ટ્રિકની મદદથી જોઈ શકાય છે. આ ડિલીટ થયેલા મેસેજને જોવા માટે કોઈ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. ફોનની સેટિંગમાં એક નાનકડા ફેરફારથી આ મેસેજ વાંચી શકાય છે.

આ રીતે વાંચી શકાય છે ડિલીટ થયેલા મેસેજ

ડિલીટ થયેલા મેસેજ વાંચવા માટે મોબાઈલની નોટીફિકેશન હિસ્ટ્ર ઓન કરવાની રહેશે. જેના થકી આ કામ થઈ જશે. યુઝર્સે સૌ પ્રથમ મોબાઈલની સેટિંગમાં જઈને નોટિફિકેશન સર્ચ કરવાનું રહેશે. અહીં એડવાન્સ નોટિફિકેશનનું ઓપ્શન મળશે. જેના ઉપર ક્લિક કર્યા બાદ નોટિફિકેશન હિસ્ટ્રીનું ઓપ્શન મળી જશે. આ નોટિફિકેશન હિસ્ટ્રીને ઓન કરી દો.

હવે મોબાઈલ પર આવનારી તમામ નોટીફિકેશન હિસ્ટ્રી મળી જશે. અહિયાં તમામ ડિલીટ થયેલા મેસેજ વાંચી શકાય છે. કારણ કે મેસેજ મોકલનાર વ્યક્તિ whatsapp massages ને ડિલીટ કરી શકે છે પરંતુ તમારા ફોનમાં સેવ નોટિફિકેશનને ડિલીટ નથી કરી શકતો. એનો ફાયદો ઉઠાવીને તમે

નોટિફિકેશન હિસ્ટ્રીમાં જઈને તે મેસેજનું નોટિફિકેશન જોઈ અને વાંચી શકો છો.

જો કે આ ફિચર્સની કેટલીક મર્યાદાઓ પણ રહેલી છે. જેમ કે કોઈપણ ડિલીટ થયેલા ફોટો, વીડિયો કે રીલ જોઈ શકાશે નહીં. અર્થાત તમે માત્ર ટેક્સ મેસેજ જ વાંચી શકશો. કોઈપણ URLને કોપી પણ નથી કરી શકાતું. આ URLને જોઈને ટાઈપ કરી શકાય છે. આ નોટિફિકેશન હિસ્ટ્રી આશરે 24 કલાક માટે જ રહે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર