રિપોર્ટ@સુરત: લિંબાયત વિસ્તારના MLA સંગીતા પાટીલના નામે નકલી ફેસબુક ID બની હોવાનું સામે આવ્યું

આ બાબતે પોલીસને પણ જાણ કરી 
 
રિપોર્ટ@સુરત: લિંબાયત વિસ્તારના MLA સંગીતા પાટીલના નામે નકલી ફેસબુક ID બની હોવાનું સામે આવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતના લિંબાયત વિસ્તારના MLA સંગીતા પાટીલના નામે નકલી ફેસબુક ID બની હોવાનું સામે આવ્યું છે અને આ બાબતે MLA સંગીતા પાટીલે પોતે માહિતી જાહેર કરી છે. તેમણે આક્ષેપ કર્યા, કે કોઇ અજાણ્યા શખ્સે ફેસબુકમાં બોગસ ID બનાવી છે. જેમાં તેમના ફોટો અને નામનો દુરૂપયોગ થયો છે.

સંગીતા પાટીલના નામે બનેલી બોગસ ID પરથી ફેસબુક રિક્વેસ્ટ એક્સેપ્ટ ન કરવા સંગીતા પાટીલે લોકોને અપીલ કરી છે. સાથે, આ બાબતે પોલીસને પણ જાણ કરી છે અને બોગસ ફેસબુક ID બનાવનાર સામે કાયદેસરના કડક પગલાં લેવાની માગ કરી. માહત્વનું છે કે વધતાં સાયબર ફ્રોડના કિસ્સાને લઈ પોલીસ સતર્ક છે જેની વચ્ચે MLA નું જ ફેક સોશિયલ મીડિયા ID બનતા હવે આવા લોકો પર લગામ લગાવવા ખૂબ જરૂર છે.