રિપોર્ટ@સુરત: ફૂડ સેફ્ટી ઓફિસરે 45 હજારની લાંચ માગી, જાણો વધુ વિગતે
ફૂડ લાયસન્સ આપવા 45 હજારની લાંચ
Jun 8, 2024, 09:49 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં લાંચના ગુનાઓ ખુબજ વધી ગયા છે. કોઈ પણ કામ કરાવવા માટે અધિકારીઓ લાંચ માગતા હોય છે. શાકભાજી વેપારીને ફૂડ લાયસન્સ આપવા રૂ.45 હજાર લાંચ લેનાર 1.05 લાખનો પગારદાર પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ અને વહીવટી ક્લાર્ક ગુલામ યાસીન શેખને એસીબીએ ઝડપી પાડ્યા હતા.
પાલિકાની નાનપુરા ઓફિસમાં જ બંનેએ લાંચની રકમ સ્વીકારી હતી. એસીબીએ શુક્રવારે બપોરે નાનપુરા રંગ ઉપવનની બાજુમાં ફૂડ ઈન્સ્પેક્શન કચેરીમાં ટ્રેપ ગોઠવી રાંદેર ઝોનના વહીવટી કલાર્ક ગુલામ શેખને 45 હજારની લાંચ લેતા પકડ્યા હતા.
તેણે ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલના કહેવાથી લાંચ સ્વીકારી હોવાનું નિવેદન આપતા તેમની પણ ધરપકડ કરાઈ હતી.