ગુનો@સુરત: ગ્રીલ તોડીને તસ્કરો ઓફિસમાં ઘૂસ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોરીના બનાવો ખુબજ વધી ગયા છે. દિવસે-દિવસે તસ્કરોની હિંમત વધતીજ જાય છે. માંગરોળના પીપોદરા ગામે ચોરીનો બનાવ નોંધાયો છે. ક્રિષ્ના એસ્ટેટ ફાર્મ હાઉસમાં ચોરીની ઘટના થઈ છે. ઓફિસના પાછળના ભાગે ગ્રીલ તોડીને તસ્કરો ઓફિસમાં ઘૂસ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ફાર્મ હાઉસની ઓફિસમાથી લાખો રુપિયાની ચોરી થયાનુ માનવામાં આવી રહ્યુ છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને ચોરી અંગે પ્રાથમિક વિગતો એકઠી કરી છે.
ફાર્મ હાઉસમાંથી મોટી ચોરી થઈ હોવાની આશંકાને પગલે સુરત પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. એફએસએલની ટીમ અને ડોગ સ્ક્વોડની ટીમને પણ બોલાવાની તપાસ શરુ કરી છે. આ ઉપરાંત ફિંગરપ્રીન્ટની પણ તપાસ શરુ કરવામાં આવી છે. પોલીસે આમ મોટી ચોરીની આશંકાએ તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે. પોલીસે જાણભેદુ હોવાની આશંકાએ પણ તપાસ શરુ કરી છે.