બનાવ@ગુજરાત: શિક્ષીકાએ વિદ્યાર્થીને ઢોર માર મારતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો

ભારે ચકચાર મચી હતી.
 
બનાવ@ગુજરાત: વિદ્યાર્થીને શિક્ષીકાએ ઢોર માર મારતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો

અટલ  સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર  કેટલાક બનાવો સામે આવતા હોય છે,  જેસરના અયાવેજ - 2 ગામે રહેતો એક વિદ્યાર્થી રાળગોન નજીક ખાનગી સ્કુલમાં અભ્યાસ કરે છે. જે વિદ્યાર્થી અભ્યાસ અર્થે સ્કુલે ગયો તે વેળાએ શિક્ષીકાએ ઘડિયા બોલવાનું કહેતા, આવડતા ન હોવાથી નવ વર્ષિય વિદ્યાર્થીને શિક્ષીકાએ ઢોર માર મારતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ભારે ચકચાર મચી હતી.

જેસરના અયાવેજ 2 ગામે રહેતા જાની દીક્ષિત જયદીપભાઇ (ઉ.વ.9) રોજ સવારે જેસર થી રાળગોન જ્ઞાનમંજરી સ્કૂલમાં અપડાઉન કરી ધોરણ ચારમાં અભ્યાસ કરે છે. આજે સવારે દીક્ષિત જાની અભ્યાસ અર્થે રાળગોન જ્ઞાનમંજરી સ્કૂલમાં ગયો હતો ત્યારે સાંજના સુમારે સ્કૂલેથી ઘરે આવતા છાતીમાં દુખવાની વાત કરી, એકુથી દાણના ઘડિયા ન આવડતા હોવાથી સ્કુલની શિક્ષીકા અંજુબેન ભમ્મર દ્વારા ચોથા ધોરણમાં અભ્યાસ કરતા દિક્ષીતને બહેરમીથી ઢોર મારમાર્યો હોવાનું પિતાને જણાવ્યું હતું. ઘટના બાદ જાની દિક્ષીતને જેસરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.