ટેક@મોબાઈલ: કંપનીએ WhatsAppની જેમ Google Mapsમાં રિયલ ટાઈમ લોકેશન શેર કરવાનું ફીચર ઉમેર્યું

અન્ય એપ્સ સાથે લાઈવ લોકેશન શેર કરવાની જરૂર નથી
 
ટેક@મોબાઈલ: કંપનીએ WhatsAppની જેમ Google Mapsમાં રિયલ ટાઈમ લોકેશન શેર કરવાનું ફીચર ઉમેર્યું 

અટલ સમાચાર  ડોટ કોમ, ડેસ્ક 

કંપનીએ WhatsAppની જેમ Google Mapsમાં રિયલ ટાઈમ લોકેશન શેર કરવાનું ફીચર ઉમેર્યું છે. હવે તમારે મિત્રો કે પરિવાર સાથે મુસાફરી કરતી વખતે અન્ય એપ્સ સાથે લાઈવ લોકેશન શેર કરવાની જરૂર નથી. આ કામ તમે Google Maps દ્વારા કોઈપણ સમય સુધી સરળતાથી કરી શકો છો. આમાં તમને લોકેશન શેર કરતી વખતે સમય સેટ કરવાનો વિકલ્પ પણ મળે છે. સમય મર્યાદા પૂરી થયા પછી સ્થાન શેરિંગ આપમેળે પુરૂ થાય છે.

  • તમારું લાઇવ લોકેશન શેર કરવા માટે, તમારા ફોન પર Google Maps ખોલો અને સ્ક્રીનની ઉપર જમણી બાજુએ દેખાતા પ્રોફાઇલ આઇકન પર ટૅપ કરો.
  • હવે, ‘લોકેશન શેરિંગ’ પર ટેપ કરો અને દેખાતી સ્ક્રીન પર ‘શેર લોકેશન’ બટન દબાવો.
  • આમ કરવાથી એક નવી વિન્ડો ખુલશે, જ્યાં તમે પસંદ કરી શકો છો કે તમે તમારું સ્થાન અમુક સમયગાળા માટે શેર કરવા માંગો છો કે જ્યાં સુધી તમે તેને બંધ ન કરો નહી ત્યાં સુધી બતાવશે. અહીં તમે અન્ય લોકો સાથે લિંક શેર પણ કરી શકશો.
  • જો તમે તમારું લાઇવ લોકેશન શેર કરવાનું બંધ કરવા માંગતા હો, તો મેપ ઓપન કરો, ‘લિંક દ્વારા શેરિંગ વિકલ્પ’ પર ટેપ કરો અને દેખાતા ‘સ્ટોપ’ બટનને દબાવો.

વોટ્સએપ અથવા ટેલિગ્રામથી વિપરીત, જ્યાં યુઝર્સ એપમાં જ તેમનું લોકેશન શેર કરી શકે છે, ગૂગલ મેપ્સ તમને તમારું લોકેશન અન્ય એપ્સને પણ મોકલવા દે છે. વધુમાં ‘લોકેશન હિસ્ટ્રી’ બંધ હોય ત્યારે પણ લાઈવ લોકેશન-શેરિંગ ફીચર કામ કરે છે.