બનાવ@જામનગર: રખડતા કુતરાનો આતંક સામે આવ્યો છે,12 લોકોને બચકા ભર્યાં
એક યુવકને તો આંખ પર જ બચકું ભર્યું
Oct 6, 2023, 18:10 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દિવસે દિવસે રખડતા કુતરા અને રખડતા ઢોરનો આતંક વધતો ગયો છે. બચકાં ભરી લેતાં લોકોમાં ભયનો માહોલ વધી ગયો છે.લાલપુરમાં હડકાયા કુતરાએ 12 લોકોને બચકાં ભરતાં લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેમાં સૌથી વધુ બાળકોનો સામેલ છે. હડકાયા કુતરાએ બાળકો અને યુવકોના મોઢા અને શરીરના અન્ય ભાગે બચકાં ભર્યાં છે. એક યુવકને તો આંખ પર જ બચકું ભર્યું છે.
આતંક મચાવનાર કુતરાને પકડવા તંત્ર કામે લાગ્યું છે. બીજી તરફ શહેરીજનોમાં ભય ફેલાયો છે.