કાર્યવાહી@મોરબી: યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપી જેલહવાલે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભીમસર વિસ્તારમાં નજીવી વાતે યુવાનની હત્યના આ બનાવમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને તેને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે.
જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતો રવિભાઇ જયસુખભાઈ ઝાલા (32) મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપની સામે આવેલ ભીમસર વિસ્તારમાં ફઈબાના ઘરે ગયો હતો ત્યારે કલેજ લલિતભાઈ વાઘેલા કે જેના ઘરે રવિભાઇ જયસુખભાઈ ઝાલાના ભાઈજી(મોટાબાપુ) ની દીકરી સાસરે છે તે ગાળો બોલીને ઝઘડો કરી રહ્યો હતો જેથી કરીને રવિભાઈ જયસુખભાઈ ઝાલા ત્યાં સમજાવવા માટે ગયો હતો.
તે દરમિયાન ત્યાં તેની સાથે ઝઘડો થયો હતો અને ત્યારે તેને છરી વડે પડખાના ભાગે જીવલેણ ઘા માર્યા હતાજેથી કરીને તેને ગંભીર ઇજા થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. પોલીસે આ ગુનામાં કલેજ લલિતભાઈ વાઘેલા (31), લલિત કેસાભાઈ વાઘેલા (45) અને રાજુ કેસાભાઈ વાઘેલા (44) રહે. ભીમસર વિસ્તાર વાળાની ધરપકડ કરેલ હતી અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને રાજકોટના બાળ સુધારણા ગૃહ ખાતે મોકલવામાં આવેલ છે.