ઘટના@ગુજરાત: યુવકના છાતીમાં દુખાવો ઉપડતાં ટ્રાફિક પોલીસે રોડ પર જ સીપીઆર આપીને,જીવ બચાવ્યો

 108 એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવાઈ હતી.
 
ઘટના@ગુજરાત: યુવકના છાતીમાં દુખાવો ઉપડતાં ટ્રાફિક પોલીસે રોડ પર જ સીપીઆર આપીને,જીવ બચાવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ટ્રાફિકના પૂર્વ ડીસીપી સફીન હસનની ઓફિસ પાસેથી એક પરિવાર પસાર થતો હતો. ત્યારે તે યુવકને અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં ટ્રાફિક પોલીસે રોડ પર જ સીપીઆર આપીને તેઓને શ્વાસોશ્વાસની ક્રિયાને પરત લાવી જીવ બચાવ્યો હતો.રક્ષાબંધને ટ્રાફિક ડીસીપી સફીન હસનની ઓફિસે એડીઆઇ નરેન્દ્રભાઈ, રિઝવાનભાઈ, જશવંતભાઈ, નરેશભાઈ, અજીતભાઈ, તરુણભાઈ, રાખીબેન અને હર્ષાબેન જન્માષ્ટમી બંદોબસ્ત માટે ફરજ પર હાજર હતા. તે દરમિયાન મહારાષ્ટ્રથી એરપોર્ટ આવીને પ્રાઇવેટ ટેક્સીમાં મિટિંગ માટે આવેલું એક ફેમિલી ત્યાંથી પસાર થતું હતું. જેમાં પતિ-પત્ની અને એક નાનું બાળક પણ હતું.

આ ફેમિલી જ્યારે ટ્રાફિક ડીસીપી પૂર્વની ઓફિસ આગળથી પસાર થતું હતું ત્યારે મિટિંગમાં આવેલા ભાઈને છાતીના ભાગે દુખાવો થતાં ટેક્સીના ડ્રાઇવર એ ગાડી ઊભી રાખીને પોલીસની મદદ લીધી હતી. પોલીસે તરત જ તે ગાડી પાસે જઈને તે ભાઈને ગાડીમાંથી બહાર લાવીને રોડ પર સુવડાવીને તાત્કાલિક નરેન્દ્રભાઈ અને રિઝવાનભાઈએ સીપીઆર આપી શ્વાસોશ્વાસની ક્રિયાને પરત લાવી હતી. આ દરમિયાન 108 એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવાઈ હતી. બાદમાં તેઓને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં તેમની તબિયત સારી થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવાતા ટ્રાફિક પોલીસ દેવદૂત સાબિત થઇ હતી.