દુ:ખદ@વડોદરા: યુવકે કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું, જાણો શું હતી સમગ્ર ઘટના

વડોદરામાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે
 
દૂ:ખદ@વડોદરા: યુવકે કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

આ ઘટનામાં વડોદરા નજીક ખંડીવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીની મુખ્ય કેનાલમાં હાલોલના એક યુવકે મોડી રાત્રે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ગઈકાલે સવારે વડોદરા ફાયર વિભાગની ટીમ દ્વારા યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.

ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટનાને લઈને જરોદ પોલીસે સુસાઇડ નો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ યુવાને કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

વિગતવાર વાત કરીએ તો હાલોલમાં 10 વલ્લભાચાર્ય નગરમાં રહેતા 26 વર્ષીય ઉત્સવ શૈલેષભાઈ શાહ નામનો યુવક રાત્રે 1.30 વાગ્યાની આસપાસ ipl ની ફાઇનલ મેચ પૂર્ણ થયા બાદ પોતાની એકટીવા લઈને ઘરેથી નીકળી ગયો હતો. ત્યાર પછી મોડી રાત સુધી દીકરો ઘરે ન આવ્યો એટલે પરિવારના લોકોએ ઉત્સવના કાકાને આ વાતની જાણ કરી હતી. ત્યાર પછી ઉત્સવના કાકાએ તેમના મિત્ર મેહુલભાઈ સેવક તેમજ અશ્વિનભાઈ પટેલને બોલાવીને ઉત્સવની શોધખોળ શરૂ કરી દીધી હતી.

પરિવારના લોકોએ અને મિત્રોએ મળીને ઘણી બધી શોધખોળ કરી પરંતુ ઉત્સવનો કોઈ પતો લાગ્યો નહીં. આ દરમિયાન પરિવારના લોકો હાલોલ વડોદરા રોડ ઉપર આવેલી ખંડીવાડા નર્મદા કેનાલ પાસે પહોંચ્યા હતા. ત્યાં તેઓએ ચાવી સાથેની એક activa જોઈ હતી. એકટીવા જોઈને તેઓ ચોકી ઉઠ્યા હતા અને તેઓને શંકા ગાય હતી કે ઉત્સવે કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હશે.

પછી બીજા દિવસે સવારે મૃત્યુ પામેલા યુવકના કાકા અને કાકા ના મિત્રો કેનાલ પાસે પહોંચ્યા હતા અને ઉત્સવની શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ પણ પત્તો લાગ્યો નહીં. ત્યાર પછી તો ઉત્સવે કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે તેવી આશંકા સાથે આ ઘટનાની જાણ વડોદરા ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. એક કલાકની શોધખોળ કર્યા બાદ ઉત્સવનું મૃતદેહ કેનાલ માંથી મળી આવ્યું હતું.

આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. દીકરાનું મૃતદેહ મળતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો ઉત્સવ નોકરી કરતો હતો અને તે બે બહેનોનો એકનો એક ભાઈ હતો. તેને કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરને કાર્યવાહી હાથ ધરી છે.