બનાવ@અમદાવાદ: દીવાન પકોડી સેન્ટરની પકોડીમાંથી જીવાત નીકળી, જાણો સમગ્ર બનાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શહેરના જોધપુર ગામ વિસ્તારમાં દિવાન ભેળ પકોડી સેન્ટર નામની દુકાન આવેલી છે. જ્યાં લોકો ભેળ પકોડી ખાવા માટે આવતા હોય છે. હર્ષ નામનો યુવક રવિવારે સાંજના સમયે પકોડી ખાવા માટે ત્યાં ગયો હતો. જ્યારે પકોડી તેઓ ખાતા હતા ત્યારે એક પકોડીમાં જીવાત જોવા મળી હતી જેથી તેણે ત્યાં હાજર સ્ટાફને જઈને ફરિયાદ કરી હતી કે તમારા પકોડીમાંથી જીવાત નીકળી છે જેથી ભેળ પકોડી સેન્ટરના સ્ટાફ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે અમે થોડી નાખવા માટે આવ્યા છીએ ક્યાંકથી આવી ગઈ હશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ રીતે પકોડીમાંથી જીવાત નીકળી હોવાથી માફી માંગવાની કે સોરી કહેવાની જગ્યાએ તેઓએ તેમની સામે ખોટી દલીલો કરવા લાગ્યા હતા. અરે તેઓને તેમનું રસોડું બતાવવા માટે કહ્યું તો તેઓએ કહ્યું હતું કે અહીંયા અમારું રસોડું નથી.
અમારા ઘરે થોડું આવેલું છે ત્યાં બતાવીએ એમ કહ્યું હતું. હાજર સ્ટાફે તેમની સાથે ખોટી દલીલો કરી હતી જેથી આ સમગ્ર ઘટનાને લઈને તેઓએ પકોડીમાંથી નીકળેલી જીવાત અંગેના ફોટા વિડીયો લઈ લીધા હતા. હવે તેઓ દ્વારા આરોગ્ય વિભાગમાં આ મામલે ફરિયાદ કરવામાં આવશે.