ઘટના@હિંમતનગર: રેલવે સ્ટેશન પર ડેમુ ટ્રેનમાંથી મહિલા પ્લેટફોર્મમાંથી નિચે પટકાતા ઈજા પહોંચી
મહિલાને 108 દ્વારા સ્ટેશન માસ્તરે સારવાર માટે ખસેડી
Nov 18, 2023, 19:57 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હિંમતનગરના રેલવે સ્ટેશન પર એક મહિલાની ઘાત ટળી ગઈ છે. મહિલા ટ્રેનમાંથી ઉતરવા જતા જ પ્લેટફોર્મ પર પટકાઈ ગઈ હતી, જેને તુરત જ આસપાસના લોકોએ દૂર ખેંચી લેતા બચાવ થયો હતો. મહિલાનો જીવ બચાવવા માટે થઈને સમય સૂચકતા વાપરી હતી. જેને લઈ મહિલાને ખેંચી લેવાતા બચાવ થયો હતો. મહિલાને પરિવારજનોએ તેને ટિકિટ ઓફિસ નજીક લઈ જઈે બેસાડી હતી.
મહિલાને 108 દ્વારા સ્ટેશન માસ્તરે સારવાર માટે ખસેડી હતી. જ્યાં મહિલાને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને જેની સારવાર કરવામાં આવી હતી. મહિલા પોતાના માતા પિતાને ટ્રેનમાં બેસાડવા માટે રેલવે સ્ટેશને આવી હતી. જ્યાં મહિલા ટ્રેન ઉપડવા જતા ઝડપથી નીચે ઉતરવા જતા અકસ્માતે નીચે પડી જતા ઈજા પહોંચી હતી.

