ઘટના@મોરબી: સફાઈ કરતી વેળાએ વીજશોક લાગતા શ્રમિકનું મોત નીપજ્યું

શ્રમિકનું મોત નીપજ્યું
 
ઘટના@મોરબી: સફાઈ કરતી વેળાએ વીજશોક લાગતા શ્રમિકનું મોત નીપજ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર મોતની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલી ફેક્ટરીમાં કુવામાં સફાઈ કરતી વેળાએ વીજશોક લાગતા શ્રમિકનું મોત થયું હતું. તો ટંકારાના હડમતીયા રોડ પર ફેક્ટરીમાં પંચિંગ મશીનમાં છાતીનો ભાગ આવી જતા ગંભીર ઈજા પહોંચતા શ્રમિક યુવાનનું મોત થયું હતું. જે બંને અપમૃત્યુના બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે.

પીપળી ગામની સીમમાં આવેલ વોલેનટો સિરામિક કારખાનાના માટી ખાતામાં કામ કરતા વેલ્સર અજનાર નામના યુવાન કારખાનાના માટી ખાતામાં બોયલ મિલ પાસે આવેલા સ્લરી કુવામાં ઉતરી માટી સાફ કરતા હતા.

ત્યારે અચાનક કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોર્ટ લગતા યુવાનનું મોત થયું હતું, બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.