ઘટના@ગુજરાત: યુવકે અગમ્યકારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
Jun 21, 2024, 08:26 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આપઘાતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આપઘાતના બનાવો સામે આવતા હોય છે. ગોકુલધામ મેઈન રોડ ધનંજય ફાઉન્ડ્રીની સામે રહેતાં ક્રિષ્નસિંહ હરદેવસિંહ જાડેજા નામનાં યુવકને ગઈ કાલ રાત્રીના આઠેક વાગ્યા આસપાસ પોતાનાં ઘરે અગમ્ય કારણોસર પંખામાં સાળી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.
ગળાફાંસો ખાઈ લીધેલ હાલાતમાં તેનો મોટો ભાઈ જોઈ જતાં યુવકને તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃતક ત્રણભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો. યુવક કારખાનામાં મજૂરી કામ કરતો હતો. બનાવની જાણ માલવિયા નગર પોલીસને થતાં તુરંત દોડી ગઈ હતી અને આપઘાતનું ચોકકસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી.