બનાવ@મોરબી: યુવાને પોતાના ઘરની અંદર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો
ગળાફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું
Dec 25, 2023, 17:20 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આત્મહત્યાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. મોરબી નજીકના લાલપર ગામની સીમમાં આવેલ એકતા સોસાયટી ખાતે રહેતા મુકેશભાઈ દેવજીભાઈ ડાભી જાતે અનુ. જાતિ (39) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા વધુ તપાસ કરતા તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા જણાવ્યા પ્રમાણે મૃતક મુકેશભાઈ ડાભી છેલ્લા એકાદ વર્ષથી કાંઈ કામ ધંધો કરતા ન હતા અને ગુમસૂમ રહેતા હતા દરમિયાન કંટાળી જઈને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું છે.